*ફરીવાર લગાતાર જય સરદાર યુવા ગૃપ તથા શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયન દ્વારા જરુરતમંદ તથા ઝુંપડપટ્ટીઓમાં 1000 થી વધારે રાશન કીટનુ વિતરણ કરાયું*
*શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એશોશિયન ના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળા, સેક્રેટરી શ્રી વિનોદભાઈ ધડુક, દુષ્યંતભાઈ ટીલાળા દિલીપભાઈ મુંગરા વિગેરે સેવાભાવી અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા*
*ગામડે ગામડે જય સરદાર યુવા ગૃપ દ્વારા પણ સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલુ*
આ ભગીરથ કાર્યમાં શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયનના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળા, પ્રમુખશ્રી કિશોરભાઈ ટીલાળા, સેક્રેટરી શ્રી વિનોદભાઈ ધડુક, શાપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેશભાઈ ટીલાળા, તથા જય સરદાર યુવા ગૃપના અગ્રણી આગેવાનો શ્રી દુષ્યંતભાઈ ટીલાળા, દિલીપભાઈ મુંગરા, મહેશભાઈ ઠુમ્મર, પ્રકાશભાઈ ટીલાળા, રાજુભાઈ હપાણી, મયુરભાઈ સાંગાણી, દિલીપભાઈ ભુવા, ઘનશ્યામભાઈ ભુવા, અશોકભાઈ ભુવા, દિલીપભાઈ વાછાણી, કિશોરભાઈ કોરાટ, બાબુભાઈ ગઢીયા, અશ્ર્વીનભાઇ ગઢીયા, જગદીશભાઈ ટીલાળા, રોહીતભાઈ ગઢીયા,રજનીભાઈ પલસાણા, હિતેશભાઈ કોરાટ,રાજેન્દ્રભાઈ વાળા, મુકેશભાઈ અમૃતિયા, મહેશભાઈ હીરપરા, જગદીશભાઈ નારીયા, વેરાવળના માજી સરપંચ મુકેશભાઈ કાપડીયા, ગાયત્રી મંદીરના પુજારી શ્રી હરેશભાઈ વિગેરે દ્વારા વેરાવળ ગાયત્રી મંદિરે રાશન કીટનુ પેકીંગ કરી તેને જરુરીયાતમંદ ગરીબોને ઝુપડે ઝુપડે જઈ 1000 થી વધારે રાશન કીટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું
શાપર વેરાવળ ઇન્ડ્રસ્ટીયલ એશોશિયનના ચેરમેન શ્રી રમેશભાઈ ટીલાળા દ્વારા જય સરદાર યુવા ગૃપની સેવાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા
જય સરદાર પટેલ યુવા ગૃપવતી વેરાવળ શાપરના રાજકીય અગ્રણી શ્રી દુષ્યંતભાઈ ટીલાળા દિલીપભાઈ મુંગરા, મહેશભાઈ ઠુમ્મરએ વેરાવળ શાપરની ગરીબ પરિવાર ઉપરાંત કે જે ખરેખર જરુરતમંદ તેવા ગુજરાતી પરિવારે જરુર પડે ત્યારે જય સરદાર યુવા ગૃપના સેવાભાવી ભાઈઓ નો સંપર્ક કરવા જણાવાયું હતું
રિપોર્ટર:- જાવિદ ગુર્જર કેમેરામેન ઇબ્રાહિમ ખોખર .શાપર વેરાવળ