સ્લગ
લીંબડી
બી.આર.સી ભવનમાં શિક્ષણસંઘ ની કારોબારી બેઠક યોજાઇ હતી
લીંબડી શિક્ષક સંઘ મંડળ દ્વારા 100 થી વધુ રકતની બોટલ દાન કરવાનું આહવાન કરવામાં આવ્યું
એન્કર
હાલ જ્યારે વૈશ્વિક સ્તરે કોરોના મહામારી ચાલી રહેલ છે, ત્યારે સરકારની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી અને માસ્ક પહેરી તેમજ તમામ કારોબારી બેઠકના સભ્યોના હાથ સેનીટાઈઝ કરી લીંબડી બીઆરસી ભવનમાં શિક્ષણસંઘ ની કારોબારી બેઠક યોજાઇ હતી. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાંથી એક હજાર થી અગ્યારસો બોટલ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ છે, ત્યારે લીંબડી શિક્ષક સંઘ મંડળ દ્વારા 100 થી વધુ રકતની બોટલ દાન કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું, તેમજ શિક્ષકોના રાજ્ય લેવલ, જીલ્લા લેવલ, અને તાલુકા લેવલના પ્રશ્નો ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે આ કારોબારીના અધ્યક્ષ સ્થાને ભીમાભાઇ મીર, જીલ્લા શિક્ષક સંઘના પ્રમુખ દેવાભાઈ સભાડ, મહામંત્રી ગંભીરસિંહ બોરાણા અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી લયલેલભાઈ પરમાર અને લીંબડી તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો હાજર રહ્યા હતા આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન લીંબડી મહામંત્રી જીવણભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ આ તકે કે ન્યુઝ ગુજરાતી લીંબડીના રિપોર્ટર દિપકસિંહ વાઘેલા તેમજ અન્ય રિપોર્ટર કલ્પેશભાઈ વાઢેરનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
રિપોટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી