Gujarat

બીટી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ અટકાવવા ખેડુતોએ સમયસર પગલાં લેવા અનુરોધ*

*બીટી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ અટકાવવા ખેડુતોએ સમયસર પગલાં લેવા અનુરોધ*

અમરેલી, તા: ૭ જુલાઈ ૨૦૨૦

બીટી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ અટકાવવા ખેડુતોએ સમયસર પગલાં લેવા અનુરોધ કપાસ પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધી રહ્યો છે. ગુજરાતમાં કેટલાક ખેડૂતો પિયત આપીને આગોતરુ અને વરસાદ આધારિત વાવેતર પણ કરે છે, આગોતરા આયોજનના ભાગ રૂપે કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ શરૂ થાય તો તેનું સંકલિત નિયંત્રણ માટે નીચે મુજબના પગલા ભરવા ખેડૂત મિત્રોને અમલ કરવા જણાવવામાં આવે છે.

ગુલાબી ઇયળનો ઉપદ્રવ ટાળવા ઊંડી ખેડ કરવી, તેમજ શેઢા પાળા સફાઇ કરવી. કપાસની કરાઠીઓને બાળીને નાશ કરવો. કપાસના ખેતરમાં અગાઉના ખરી પડેલા ફુલ, કળીઓ અને જીંડવાનો બાળીને નાશ કરવો. કપાસના પાકના અવશેષો યાંત્રિક ઉપકરણથી ટુકડા કરી સેંદ્રીય ખાતર બનાવવું. કરાઠીઓનો વેલાવાળા શાકભાજી કે અન્ય હેતુ માટે આધાર તરીકે ઉપયોગ ન કરવો. કપાસની છેલ્લી વિણી પછી ખેતરમાં ઘેટા બકરા તથા ઢોરને ચરાવવાથી કપાસના છોડ ઉપરની ઉપદ્રવિત કળીઓ ખુલ્યા વગરના જીંડવા તેમજ અપરિપક્વ ફુલ ચરી જતા હોય છે, જેથી ગુલાબી ઇયળના અવશેષ પ્રભાવને ઓછો કરી શકાય.

કપાસના જીનર્સ વેપારીઓ વિશેષ કાળજી લેવા અનુરોધ છે. જીનીંગ દરમ્યાન નીકળેલ વધારાના કપાસિયા તથા કચરામાં આ જીવાત સુષુપ્ત અવસ્થામાં રહે છે. અને નવા વાવેતરમાં ફુલ ભમરી અને જીંડવા શરૂ થતા તે ઉપદ્રવ શરુ થતો હોય જીનીંગની કામગીરી પુર્ણ થયે સંપુર્ણ કમ્પાઉંડને સાફ કરવું, તેમજ નકામા કચરાનો નિકાલ કરવો, સળગાવીને નાશ કરવો, જંતુનાશક દવાનો છંટકાવ કરી કોશેટાનો નાશ કરવો, જે જગ્યાએ નાશ કરવામાં આવ્યો હોય ત્યાં રાસાયણિક દવાનો છંટકાવ કરવો. ગુલાબી ઇયળના નિયંત્રણ માટે પોતાની જીનમાં આવતા કપાસનો ચકાસવો તથા જો ગુલાબી ઇયળથી પ્રભાવિત જણાય તો રાસાયણિક દવાનો ઉપયોગ કરી નાશ કરવો અને આવા કપાસને અલગ રાખવો. જીનીંગ માટે વપરાતા વિવિધ સાધનો, કોથળા, ગાંસડીના ગોડાઉન વગેરેનો રાસાયણિક દવાથી સારી રીતે સાફ કરવા.

ખેડુતોએ બીટી કપાસમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જાણવા મોજણી અને નિગાહ માટે હેક્ટરે ૫ (પાંચ)ની સંખ્યા પ્રમાણે ગુલાબી ઇયળનો નર ફૂદાને આકર્ષતા લ્યુર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને ફુદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય એટલે આવા ટ્રેપ ૪૦ ની સંખ્યા પ્રમાણે પ્રતિ હેક્ટરે ગોઠવવા અને છેલ્લી વીણી સુધી રાખવા. ટ્રેપની લ્યુર દર ૨૧ દિવસે બદલવી.

કપાસના ઉભા પાક ખેતરમાં કૂલ-ભમરી બેસવાની શરૂઆત થાય ત્યારથી દર અઠવાડિયે છૂટા છવાયા ૨૦ છોડ પરથી ફૂલ-ભમરી જીંડવાની ગણતરી કરવી અને તેમાંથી જો ૧૦૦ ફૂલ-ભમરી જીંડવામાંથી પાંચ ફૂલ-ભમરી જીંડવામાં ગુલાબી ઈયળનું નુકસાન જણાઈ અથવા મોજણી અને નિગાહ માટે મુકેલ ટ્રેપ દિઠ ૮ (આઠ) ફૂદા પકડાય તો કીટનાશકોનો છંટકાવ કરતા પહેલા કપાસના છોડ ઉપરથી વિકૃત થઇ ગયેલ ફૂલ ભમરી તોડી લઇ ઈયળ સહિત નાશ કરવો.

બીટી કપાસના ઉભા પાકમાં ગુલાબી ઈયળનું નુકસાન જણાય તો ક્ષમ્ય માત્રાને અનુલક્ષીને જંતુનાશક દવાનો છંટકાવ કરવો જેમા પ્રોફેનોફોસ 50 ઇસી, ૨૦ મિલી અથવા ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૬% ઇસી ૧૦ મિલી અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી, ૧૦ મિલી અથવા સાયપરમેથ્રીન ૨૫ ઇસી, ૧૦ મિલી અથવા ડેલટામેથ્રીન ૧૬% + આલ્ફા-સાયપરમેથ્રીન 1% ઇસી, ૧૦ મિલી અથવા ક્લોરપાયરીફોસ ૨૦% + સાયપરમેથ્રીન 5 % ઇસી, ૧૦ મિલી કીટનાશકને ૧૦ લિટર પાણીમાં ભેળવી વારાફરતી પાકની અવસ્થા પ્રમાણે કીટનાશક પૈકી કોઇ એકનો છંટકાવ કરવો.

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર/તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ પર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, અમરેલી જિલ્લાની યાદીમાં જણાવાયું છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

 

IMG-20200707-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *