સમગ્ર વિશ્વ માં “કોરોના” વાયરસ ના કહેર થી જિલ્લા ની ” લોકડાઉન ” ની પરિસ્થિતિ માં આજ તા. 2/4/2020 ના રોજ ભાવનગર રેન્જ ના ડી. આઈ. જી. પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબે મહુવા મુલાકાત વેળા એ ભાદ્રોડ ગેઇટ વિસ્તારમાં આવેલ વાલ્મિકીસમાજ અને ફકીર સમાજ ના લોકો ને અનાજ ની કીટ નું વિતરણ કરી પરિસ્થિતિ નો તાગ મેળવેલ. આ સાથે ધારાસભ્ય શ્રી આર. સી. મકવાણા, ડી. એસ. પી. શ્રી જયપાલસિંહ રાઠોર, ડેપ્યુટી કલેકટર શ્રી પંકજકુમાર વલવાઈ, ડી. વાય. એસ. પી. શ્રી જાડેજા,પી. આઈ. શ્રી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દિપક મિશ્રા, મહુવા નગરપાલિકા ના પ્રમુખ શ્રી રમેશભાઈ, પી. એસ. આઈ. ઓ શ્રી બિલખીયા, શ્રી ગોહિલ, શ્રીનકવી તથા મહુવા નગરપાલિકા ના કાઉન્સિલર શ્રી ચૌહાણ, શ્રી મકવાણા, વાલ્મિકી સમાજ ના પ્રમુખશ્રી મહિડા,મેઘવાળ નવનિર્માણ સંગઠન ના પ્રમુખ શ્રી હિતેશભાઇ , માનવ અધિકાર સંઘ ના ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ વિગેરે જોડાયા હતા. આ કીટ ની વ્યવસ્થા ઉંચાકોટડા ચામુંડા માં ટ્રસ્ટ વતી પ્રમુખ શ્રી મનુભાઈ મોભ દ્વારા તેમજ કાર્યક્રમ નું સંકલન ગુજરાત વણકર સેવા સમાજ ના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા એ કરેલ.
*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર *