Gujarat

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા સી.આર.પાટીલને હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે

*મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે વરાયેલા સી.આર.પાટીલને હ્વદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે.*

*રાજકોટ શહેર તા.૨૦.૭.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રીશ્રી એ શ્રી.સી.આર.પાટીલને શુભેચ્છાઓ આપતાં કહ્યું કે, રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરેલી આ નિમણૂંકને અમે વધાવીએ છીયે. તેમણે કહ્યું કે, સી.આર.પાટીલે વર્ષો સુધી ભાજપાના કાર્યકર્તા તરીકેથી લઇને સાંસદ સુધી ભૂમિકા ભજવી છે. સાંસદ તરીકે સૌથી વધુ મતોથી ચૂંટાઇ આવવાનો નવો રેકોર્ડ તેમણે સ્થાપ્યો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અવશ્ય ખૂબ વિકાસ સાધશે, તેમજ સંગઠનનો વ્યાપ વધશે. ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં ભાજપ વિજય પ્રાપ્ત કરશે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે  સી.આર.પાટીલની નિમણૂંકને સૌ આવકારે છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200720-WA0172.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *