Gujarat

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક સંવેદનશીલ નિર્ણય. રાજકોટની એક અને અમદાવાદમાં બે ટીપી સ્કીમ મંજુર

*મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક સંવેદનશીલ નિર્ણય. રાજકોટની એક અને અમદાવાદમાં બે ટીપી સ્કીમ મંજુર.*

*રાજકોટ શહેર તા.૧૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની ટી.પી સ્કીમમાં પ૯,૦૬૦ ચો.મીટર, અમદાવાદની વસ્ત્રાલ-રામોલ ટી.પી સ્કીમમાં ૪૦,૦૧૯ ચો.મીટર અને ત્રાગડની ટી.પી સ્કીમમાં રર,ર૪પ ચો.મીટર જમીન આવાસ બાંધકામ માટે મળશે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી રાજકોટની ટી.પી ર૬ (વાવડી) અંદાજે ૧રપ હેકટર્સની છે. અને તેના પરિણામે સત્તામંડળને કુલ ૬૭ પ્લોટ જાહેર હેતુ અને વેચાણ માટે મળશે. આ પ્લોટસનું કુલ ક્ષેત્રફળ ર,ર૩,૯૪૭ ચો.મીટર છે. આ ટી.પી.માં વેચાણના હેતુ માટે ૯૧,૭૮૦ ચો.મીટર જમીન સત્તામંડળને સંપ્રાપ્ત થવાની છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મંજૂર કરેલી ત્રણ ટી.પી સ્કીમ એટલે કે ટી.પી સ્કીમ ર૬ રાજકોટ (મવડી), અમદાવાદ પૂર્વની ટી.પી. ૧૦૬ (વસ્ત્રાલ-રામોલ) અને અમદાવાદ પશ્ચિમની ૬૪ ત્રાગડ એમ ત્રણેય ટી.પી.માં કુલ ૮૮,૭૬૧ ચો.મીટર જમીન જાહેર સુવિધાઓ માટે સત્તામંડળને મળશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200719-WA0081.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *