મોટી પાનેલી : ઉપલેટા તાલુકાના આશરે તેરહજારની વસ્તી ધરાવતા મોટી પાનેલી ગામમાં દલિત સમાજ પાછળ ના ભાગ માં રહેતા કોળી પરિવારની એક યુવતીનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવતા ગામમાં ભારે હડકંપ મચી જવા પામેલ છે ગામલોકોમાં ભયનો માહોલ છવાયેલ છે માધુરી મનસુખભાઇ વિરમગામા જેમની ઉંમર આશરે ત્રીસ વર્ષ હોય જેમની ઉપર વીશેક દિવસ પહેલાજ તેમના જ પતિ એ આડા સઁબઁધોની શંકાએ છરીના ઘા ઝીક્યાં હતા માધુરીબેન ને આ કિસ્સામાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ માં દાખલ કરવામાં આવેલ જ્યાંથી તેઓને કોરોના ટેસ્ટ લઈને ગુરુવારે રજા આપવામાં આવેલ આજે શુક્રવાર ના રોજ તેમનો રિપોર્ટ પોઝેટીવ આવતા તંત્ર કામે લાગી ગયેલ છે રિપોર્ટ ની જાણ થતાજ ઉપલેટા મામલતદારશ્રી મહાવાદીયા, આરોગ્ય અધિકારી શ્રી તેમજ સ્ટાફ, ટીડીઓ શ્રી વ્યાસ,ભાયાવદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચાવડા તેમજ પોલીસ સ્ટાફ પાનેલી ગ્રામ પંચાયત ના મંત્રી શ્રી વાળા સરપંચશ્રી મનુભાઈ, ઉપસરપંચશ્રી બધાભાઇ ભારાઈ, પાનેલી પીએચસી ના ડોક્ટર શ્રી ભારાઈ તેમજ સ્ટાફના રમેશભાઈ વગેરે અધિકારીઓ તાત્કાલિક પહોંચી દર્દી ના ઘરના તમામ સભ્યો યુવતીના સાસુ જયાબેન, નણંદ દયાબેન તેમજ યુવતીના બે બાળકો ને તેમજ સબન્ધી મનજુબેન ને પણ રાજકોટ ટેસ્ટ માટે રવાના કરેલ છે રહેણાંક વિસ્તારને પણ સીલ કરવામાં આવ્યો છે આજુબાજુના ચારથી પાંચ પરિવાર ને પણ કોરોનટાઇન કરવામાં આવેલ છે તાત્કાલિક આખા વિસ્તારને સૅનેટાઇઝ કરવામાં આવેલ છે
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા


