તા…૧૬-૭-૨૦૨૦
“મોરબી જિલ્લા કોંગ્રેસ ના યુવા પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ રાજભા જાડેજા ની વરણી”
સતત ત્રણ ટર્મ થી મોરબી જીલ્લા NSUI ના પ્રમુખ તરીકે રહેલ NSUI ના પ્રમુખ અને મોરબી જીલ્લા રાજપૂત કરણી સેના ના મહામંત્રી એવા ક્ષત્રિય સમાજ ના યુવા આગેવાન અને વિદ્યાર્થી કાળ થી રાજનીતિ માં રહેલ અને અનેક વખત સરકાર વિરુદ્ધ ન્યાય ની લડત લડતા હર હંમેશ યુવાનો નો અવાજ ઉઠાવતા દેવેન્દ્રસિંહ ખુબ નાની ઉંમર માં જાહેર જીવન માં આવેલ દેવેન્દ્રસિંહ લગભગ ૬ વર્ષ થી NSUI ના પ્રમુખ પદે રહી અલગ અલગ પ્રશ્નો ને લઈ લોક હિત ના કર્યો કરતા હોઈ તેમની આવડત અને લોક ચાહના જોઈ તેમની કાર્ય પ્રણાલી અને પક્ષ પ્રત્યે ની નિષ્ઠા જોતા તેમને વર્ષો થી કરેલ કામગીરી ની નોંધ લઈ તેમના જન્મ દિવસ નિમિતે કોંગ્રેસ પક્ષના યુવા પ્રમુખ તરીકે ની જવાબદારી સોપવામાં આવી અને તેમને પક્ષ ની નિષ્ઠા જોઈ તેમની નિમણુક તેમના જન્મ દિવસ નિમિતે જ કરી ને તેમને પક્ષ તરફથી જન્મ દિવસ ની ભેટ આપવામાં આવી….
અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ ગુજરાત ના સૌથી નાની ઉંમર ના યુથ કોંગ્રેસ ના પ્રમુખ બન્યા છે.
તેમની આં વરણી ને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ , શહેર કોંગ્રેસ સમિતિ , તાલુકા કોંગ્રેસ ની સમિતિ ઓ અને તમામ આગેવાનો દ્વારા આવકારી તેમના પર શુભેચ્છા પાઠવી રહ્યા છે ….
આ તકે મને જે જવાબદારી શોપવામા આવી છે તે હું નિષ્ઠા પૂર્વક નીભાવિશ અને ખુબ નાની ઉંમર માં મને કોંગ્રેસ પાર્ટી એ ઘણું બધું આપ્યું છે અને મારા જન્મ દિવસ નિમિતે મને પ્રમુખ પદ ની વરણી કરી એ બદલ હું યુથ કોગ્રેસ ના પ્રદેશ પ્રમુખ શ્રી ગુલાબસિંહ રાજપૂત અને મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ લલિતભાઈ કગથરા તથા મોરબી જીલ્લા કોંગ્રેસ ના તમામ આગેવાનો નો આભાર વ્યક્ત કરું છું
રીપોર્ટ…આશિફ ખોરમ મોરબી


