*રાજકોટ ભાવનગર રોડ ઉપર આવેલા કાળીપાટ ગામે ડાક વગાડવાના પ્રશ્ર્ને ચાલતી પારિવારીક અદાવતમાં ભત્રીજા સહિતના ૮ શખ્સોએ આધેડ ઉપર પાઈપ વડે હુમલો કર્યો.*
*રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ભાવનગર રોડ કાળીપાટ ગામે રહેતા વલ્લભભાઈ ધરમશીભાઈ રાવળદેવ નામના ૫૦ વર્ષના આધેડ સાંજના ૬ વાગ્યાના અરસામાં કાળીપાટ ગામના પાટીયા પાસે હતા. ત્યારે દેવરાજ સુખદેવ, રાહુલ સુખદેવ અને જીજ્ઞેશ ઘોઘા સહિત ૮ શખ્સોએ આધેડ સાથે ઝઘડો કરી પાઈપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત આધેડની પૂછતાછમાં હુમલાખોર દેવરાજ અને રાહુલ બન્ને ઈજાગ્રસ્ત વલ્લભભાઈના ભત્રીજા થાય છે. અને છેલ્લા ૧૫ વર્ષથી યજમાનમાં ડાક વગાડવાના પ્રશ્ર્ને ચાલતી અદાવતમાં બન્ને ભત્રીજા અન્ય શખ્સો સાથે મોરબીથી કાર અને બાઈકમાં આવી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*