Gujarat

રાજકોટ શહેર ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવારમાં બેફામ બિલો ન ફટકારે તે માટે કલેકટર તંત્ર રાખશે દેખરેખ

*રાજકોટ શહેર ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવારમાં બેફામ બિલો ન ફટકારે તે માટે કલેકટર તંત્ર રાખશે દેખરેખ.*

*રાજકોટ શહેર તા.૧૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોરોનાની મહામારી વચ્ચે ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી એલફેલ પ્રકારે બેફામ ઉઘરાણા કરે છે. તેવી ફરિયાદના આધારે કલેકટર તંત્ર હરકતમાં આવ્યું છે. જો કે સરકાર દ્વારા કોરોનાની સારવાર માટે ભાવ બાંધણું કરવામાં આવ્યું છે. પરંતુ હોસ્પિટલો દ્વારા ઊંધા કાન પકડાવીને વધુ પૈસા લેવામાં આવતા હોવાની ફરિયાદો મળી રહી છે. જેને પગલે કલેકટર દ્વારા કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે. અધિક કલેકટર પરિમલ પંડ્યાએ આ અંગે જણાવ્યું કે લોકોનો જે ઉહાપો જોવા મળ્યો છે, તેને ધ્યાને લઇ એક વિશેસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી ગમે ત્યારે બિલોનું ઓડિટ કરી શકશે. આ કમિટીમાં અલગ-અલગ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. જો ઓડિટમાં કોઇ નિયમ વિરુદ્ધ હોવાની વાત સામે આવશે તો તેની સામે ધોરણસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200720-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *