Gujarat

રાજકોટ શહેર ચાલુ બાઈકે ચકકર આવતા પોલીસ જવાન સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક દિવાલ સાથે અથડાતાં મોત

*રાજકોટ શહેર ચાલુ બાઈકે ચકકર આવતા પોલીસ જવાન સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક દિવાલ સાથે અથડાતાં મોત.*

*રાજકોટ શહેર તા.૨૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર વાંકાનેરના વતની અને હાલ પોલીસ હેડ કર્વાટરમાં મારૂતિનગર પોલીસ લાઈનમાં રહેતા એમ.ટી.વિભાગના હેડ કોન્સ. અશ્ર્વિનભાઈ પોપટભાઈ મદ્રેસણીયા (ઉ.૫૨) ગાંધીગ્રામ પોલીસ મથકમાં P.I ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. આજે તેઓ નોકરી ઉપર હતા. ત્યારે તબિયત બગડતાં તેઓ P.I ની રજા લઈ સિવિલ હોસ્પિટલે દવા લેવા પોતાના બાઈક ઉપર નિકળ્યા હતા. દરમિયાન એરપોર્ટ ફાટક નજીક અભિલાષા સોસાયટી પાસે પહોંચતા ચાલુ બાઈકે ચકકર આવતા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક દિવાલ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં અશ્ર્વિનભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં અશ્ર્વિનભાઈના પરિવારજનો અને A.C.P પી.કે.દિવોરા, P.I કે.એ.વાળા સહિતના અધિકારીઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અશ્ર્વિનભાઈ બે ભાઈ ત્રણ બહેનમાં નાના હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200728-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *