Gujarat

રાજકોટ શહેર જીલ્લા કલેકટર કચેરીમાં વધુ ૪ કર્મચારીને કોરોના પોઝીટીવ ૩ શાખાઓ બંધ કરાઈ

*રાજકોટ શહેર જીલ્લા કલેકટર કચેરીમાં વધુ ૪ કર્મચારીને કોરોના પોઝીટીવ ૩ શાખાઓ બંધ કરાઈ.*

*રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ જીલ્લા કલેકટર કચેરીની P.R.O શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગોપીબેન પટેલનો તાજેતરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓના સંપર્કમાં આવેલા ૬ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. ગોપીબેનના સંપર્કમાં આવેલા અને હોમ કવોરન્ટાઇન રહેલા રજીસ્ટ્રી શાખાના કર્મચારી કિરણબેન મારૂનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ જાહેર થયો છે. આ સાથે જી-સ્વાન કનેક્ટિવિટી N.I.C ડિપાર્ટમેન્ટના મેનેજર રાહુલ ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ જાહેર થયો છે. આ બન્ને કર્મચારિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. આજરોજ ફરી રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં જી-સ્વાનના જ બે કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. બીજી તરફ જીલ્લા કલેકટર કચેરીમાં સુરક્ષા પણ સઘન બનાવવામાં આવી છે. કચેરીમા અરજદારોને બિનજરૂરી પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  અગાઉ ગોપીબેનનો રિપોર્ટ પોઝિટિવ આવતા P.R.O શાખાને બંધ કરવામાં આવી હતી. ઉપરાંત તેઓની સાથે કામ કરતા નાયબ મામલતદાર સહિતના ૬ કર્મચારીઓને ક્વોરોન્ટાઇન પણ કરવામાં આવ્યા હતા.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200722-WA0127.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *