*રાજકોટ શહેર જીલ્લા ગાડૅન ચોક પાસે આવેલ લલુડી વોકળીમાં D.C.P. રવિ મોહન સૈની સાહેબે મુલાકાત લીધી.*
*રાજકોટ શહેર તા.૫.૪.૨૦૨૦ ના રોજ ડી.સી.પી. ઝોન.૧ શ્રી.રવિ મોહન સૈની સાહેબે આજરોજ લલુડી વોકળી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન તેમજ મજુર વસાહત કે જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજુર વર્ગ રહે છે. તેઓની મુલાકાત લઇ અને તેઓને જમવા વિગેરેની કોઈ તકલીફ છે કે કેમ તે અંગે ખાતરી કરેલ હતી. અને સમાજસેવી સંસ્થાઓ નો સંપર્ક કરી અને આ વિસ્તારમાં ગરીબોને રાશનની કિટ મળી રહે તે સુનિશ્ચિત કરેલ હતું. હાલ રાજકોટની અંદર શહેર પોલીસની સંપુર્ણ કામગીરી બિરદાવ્યા પાત્ર છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*