Gujarat

રાજકોટ શહેર જીલ્લાની ઔદ્યોગીક વસાહતમાં કલેકટર અને શ્રમ વિભાગ, G.I.D.C વિભાગની ટીમોએ 77 જેટલા કારખાનામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું

*રાજકોટ શહેર જીલ્લાની ઔદ્યોગીક વસાહતમાં કલેકટર અને શ્રમ વિભાગ, G.I.D.C વિભાગની ટીમોએ 77 જેટલા કારખાનામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.*

*રાજકોટ શહેર તા.૨૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર તથા જીલ્લાના ઔદ્યોગિક એકમોને રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા સૂચના આપવામાં આવી છે. કલેકટર અને શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓની ટીમ એક ડઝન ટીમ દ્વારા શહેર તથા જીલ્લાના મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં આવેલ એકમોનું સઘન ચેકિંગ કરશે. ઉદ્યોગ એકમોના પ્રવેશ દ્વારે સોશિયલ ડીસ્ટન્સિંગ ઉદ્યોગના પ્રીમાઇસીઝને નિયમિતપણે સેનિટાઇઝ કરાય છે કે કેમ એકમમાં પ્રવેશતા દરેક વ્યક્તિનું થર્મલ સ્ક્રીનીંગ કરાય છે, દરેક શ્રમયોગી માસ્ક પહેરે છે, કામના સ્થળ લિફ્ટ, સીડી વગેરે જગ્યા પર સોશિયલ ડીસ્ટન્સ જળવાય છે, જમવાની જગ્યાએ વધુ લોકો એકઠા ન થવા દેવા, જમવાની રીસેસ એકી સાથે ન આપતા વારાફરતી થોડા-થોડા શ્રમયોગીઓને રીસેસ આપવી, પ્રાથમિક મેડિકલ સારવારની ઉપલબ્ધિ, શારિરીક અશક્ત કે તાવ આવતો હોય તેવા શ્રમયોગીને કામ પર ન બોલાવવા, કોરોનાની સારવાર માટે સરકાર દ્વારા અધિકૃત કરેલ હોસ્પિટલનું લિસ્ટ પ્રદર્શિત કરવું. કલેકટર તંત્રની ૪ G.I.D.C ની ૮ ટીમોએ આજ સવારથી શાપર- વેરાવળમાં ૨૨ મેટોડામાં ૧૬ અટિકા- સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ૨૨ જેતપુરમાં ૧૭ પડધરીનાં કારખાનામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200720-WA0094.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *