*રાજકોટ શહેર ઠેબચડા પાસે તરછોડાયેલી બાળકી સ્વસ્થ, હવે બાલાશ્રમમાં મળ્યો આશરો.*
*રાજકોટ શહેર તા.૨૩.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ નજીક ઠેબચડા ગામની સીમમાંથી ૨૬ ફેબ્રુઆરીએ વહેલી સવારે ઘાતકી હથિયારના ઘા મારીને મરવા છોડી દીધેલી બાળકી મળી આવી હતી. જેને અંબે નામ અપાયું હતું. અંબે અઢી મહિના સુધી હોસ્પિટલના બિછાને મોત સામે લડીને આખરે જીતી ગઈ છે. તેને મંગળવારે અમૃતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર બાળકી થોડા દિવસ બાલાશ્રમમાં રહ્યા બાદ દત્તક દેવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અંબેને ફેફસાં, પેટ તેમજ લિવર સુધી ઈજા થતા લોહી ભરાયું હતું. અને તેને કારણે સાંધાઓમાં ચેપ લાગી ગયો હતો. હાલ તેની તબીયત સારી છે. થોડા દિવસો પછી તેને બાલાશ્રમમાં મોકલી દેવામાં આવશે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


