Gujarat

રાજકોટ શહેર ડેપોથી આજે સવારે એસ.ટી.બસ સેવા શરૂ થઇ ગઇ છે.

*રાજકોટ શહેર ડેપોથી આજે સવારે એસ.ટી.બસ સેવા શરૂ થઇ ગઇ છે.*

*રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ડેપોમાં ૧૨ શેડ્યુલ, ગોંડલ ડેપોમાં ૧૨ શેડ્યુલ, જસદણ ડેપોમાં ૮ શેડ્યુલ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ૯ ડેપોમાં ૭૫ શેડ્યુલ બસ માટે તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટ ડેપોથી આજે સવારે એસ.ટી બસ સેવા શરૂ થઇ ગઇ છે. સવારે ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી બસ સેવા શરૂ રહેશે. રાજકોટ થી લોધિકા, પડધરી, કોટડાસાંગાણી, ગોંડલ સહિતના તાલુકાઓની બસ ઉપડી રહી છે. ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ થઇ શકશે. હાલ રાજકોટ ડેપો દ્વારા અલગ અલગ સ્થળ ખાતે ૧૨ વાહનો દ્વારા સંચાલન કરવામાં આવશે. બસમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે એક બસમાં ૩૦ મુસાફરો બેસાડવામાં આવી રહ્યા છે. અમરેલીમાં આજે ૪૮ ટ્રીપ શરૂ કરવામાં આવી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200520-WA0303.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *