*રાજકોટ શહેર ડો.યાજ્ઞિક રોડ પર ખુદ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે માસ્ક વગરના લોકો સામે પગલાં લીધા હતા.*
*રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર તમામ વોર્ડમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના તમામ ૧૮ વોર્ડમાં અધિકારી અને કર્મચારીઓની ટીમો ફિલ્ડમાં ઉતારવામાં આવી હતી. અને આ ઝુંબેશ દરમ્યાન છેલ્લા બે દિવસમાં કુલ ૮૫૬ લોકો પાસેથી રૂ.૧,૭૧,૨૦૦/ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. વિશેષમાં આજે ડો.યાજ્ઞિક રોડ પર ખુદ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે માસ્ક વગરના લોકો સામે પગલાં લીધા. માસ્ક પહેર્યા વગર ફરી રહેલા લોકો પાસેથી દંડ વસુલી પોતે જ દંડની પહોંચ લખી હતી. માસ્ક નહી પહેરનારા કે પછી નાક અને મ્હો સરખું ઢંકાય નહી તેવી રીતે માસ્ક નહી પહેરનારા લોકો અન્ય નાગરીકોમાં ચેપ ફેલાવી શકે તેવી દહેશત રહે છે, તેમ જણાવી મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે સમગ્ર બાબતને ગંભીરતાથી ધ્યાને લઈ આવા નાગરિકો પાસેથી પેનલ્ટી વસૂલ કરવા સમયાંતરે ઝુંબેશ ચલાવવા આદેશ આપાયેલ છે. રાજકોટ મહાનગરપાલિકાનો આશય લોકોને દંડિત કરવાનો નહી પણ માસ્ક પહેરવા જાગૃત રહે તે માટેનો છે. માસ્ક નહી પહેરનાર લોકો પોતાના અને સામેવાળા લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમી બની રહે છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


