*રાજકોટ શહેર લાયન્સ કલબ કોરોનાને નાથવા સ્લમ વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળો તથા માસ્ક મોટા પ્રમાણમાં વિતરણ કરીને કોરોના સામે જંગ લડી રહ્યા છે.*
*રાજકોટ શહેર તા.૧૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર લાયન્સ કલબના પ્રેસીડેન્ટ રેશમાબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ લાયોનેસ કલબના પ્રેસીડેન્ટ અલકાબેન કામદાર તથા લાયોનેસ સીમાબેન સોનીના સહયોગથી લક્ષ્મીનગરના સ્લમ વિસ્તારમાં કોરોનાના રોગથી બચવા 150 બાળકો તથા વડીલોને આયુર્વેદિક ઉકાળો તથા માસ્ક તેમજ શેર વિથ સ્માઈલ ગ્રુપના પંડયાજીના સહયોગથી 150 બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાયન અનવરભાઇ ઠેબા, લાયન સોફીયાબેન ઠેબા, લાયન ભાવનાબેન મહેતા, લાયન રમાબેન હેરભા, તેમજ લાયન, લાયોનેસ અને લીઓના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શેર વિથ સ્માઈલ સંસ્થા તથા લાયન્સ ની ટીમનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


