*રાજકોટ શહેર સદભાવના વૃદ્ધાશ્રમની માતાઓ માટે ‘શ્રવણ’ બનતી રાજકોટ શહેર પોલીસ*
*રાજકોટ શહેર તા.૧૧.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે હાલ ૨૪૫ જેટલા વૃદ્ધો તેમનું જીવન પસાર કરે છે. ત્યારે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ અને બોલબાલા ચેરીટેબલના સંયુક્ત ઉપક્રમે વડીલ વંદના કરવામાં આવી હતી. તમામ માતાઓનું આ તકે શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કેક કાપી મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે એ.સી.પી ટ્રાફિક બી.એ.ચાવડા, ટ્રાફિક પી.આઇ બી.ડી.ઝીલરીયા, એમ.આર.પરમાર, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય તેમજ ટ્રાફિક શાખાના પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા. આ તકે સદભાવના વૃદ્ધાશ્રમના ધીરેન્દ્ર કાનાબારે જણાવ્યું હતું કે સદભાવના વૃદ્ધાશ્રમ ગુજરાતનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ છે. જેમાં કુલ ૨૪૫ વડીલોને પારિવારિક ભાવનામાં સાચવવામાં આવે છે. હાલની પરિસ્થિતિમાં વડીલો લોકડાઉનને કારણે પોતાના સંતાનોને મળી શકતા નથી. ત્યારે રાજકોટ પોલીસ અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા અહીં તમામ માતાઓ સાથે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી છે. તમામ માતાઓને તેમના સંતાનોની કમી ન વર્તાય તે પ્રકારે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી છે. જે બદલ હું રાજકોટ શહેર પોલીસ અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરું છું.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*