*રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ.*
*રાજકોટ શહેર તા.૧૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી ગયો છે. ત્યારે હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ત્યારે આ સાથે તેમના સંપર્કમાં આવેલા બે મહિલા પી.એ. સહિત સંપર્કમાં આવેલા તમામ તબીબો, સ્ટાફ સાહિતને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોનો ટેસ્ટ પણ કરવામાં આવશે. ત્યારે સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સિવિલ અને તેમના ઘરને પણ સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરી હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*
