*રાજકોટ શહેરનાં સેંકડો મુસ્લિમ ભાઈ-બહેનો પાસેથી આશરે ૨૦ કરોડનું ઊઘરાનું કરતી ૩૫ વર્ષીય મહિલા ફરાર.*
*રાજકોટ શહેર તા.૧૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની રહેવાસી ફરીશ્મા અહેમદભાઈ બુમબીયા નામની મહિલાએ રાજકોટનાં ઘણાખરા મુસ્લિમ ભાઈ બહેનો પાસેથી આશરે ૨૦ કરોડનું ઊઘરાનું કરી ભાગી ગયાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણથી જ રાજકોટ પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટની સદર બજારની એક શેરીમાંથી આ મહિલાએ ૨૦ લાખ ઊઘરાવી લીધા છે. આ મહિલા છેલ્લા ૪-૫ વર્ષથી ઊઘરાનું કરતી હતી. મળતી માહિતી અનુસાર આની પાછળ કોઈ મોટી ગેંગનો હાથ હોઈ તેવું જાણવા મળ્યું છે. છેલ્લા ૩-૪ દિવસથી લોકોનાં ફોન આવવા છ્તા ઉપાડતી ન હતી. જેથી લોકોમાં ચકચાર મચી ગયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. પોલિસ વડા શિવાનંદ ઝા. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા. તેમજ જીલ્લાનાં પોલિસ વડા મનોજ અગ્રવાલ સુધી લોકોએ ફરિયાદ કરી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*