Gujarat

રાજકોટ શહેરની ખ્યાતનામ સ્કૂલની શિક્ષિકા પર વેપારીએ લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું

*રાજકોટ શહેરની ખ્યાતનામ સ્કૂલની શિક્ષિકા પર વેપારીએ લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું.*

*રાજકોટ શહેર તા.૨૧.૪.૨૦૨૦ ના રોજ શિક્ષિકા આરોપીના બાળકોને અભ્યાસ કરાવે છે. શહેરની સેન્ટમેરી સ્કૂલની શિક્ષિકા પર આરોપીએ સતત એક વર્ષ સુધી લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બાદમાં શિક્ષિકાએ લગ્નની જીદ પકડતા આરોપીએ તેને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. અને તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. આરોપીના જોડિયા બાળકોને શિક્ષિકા હોમવર્ક કરાવતી હતી. ૨૯ વર્ષીય શિક્ષિકાએ પોતાની ફરિયાદમાં ભૂતખાના ચોકમાં અરિહંત ડિસ્ટ્રિબ્યૂટર નામે દવાનો વ્યવસાય કરતા દિવ્યેશ જાટકિયાનું નામ આપ્યું છે. ફરિયાદ પ્રમાણે ૨૦૧૮ના વર્ષમાં પીડિતાની મુલાકાત આરોપી સાથે થઈ હતી. આરોપીના બંને જોડિયા બાળકો શિક્ષિકાના ક્લાસમાં ભણતા હતા. બંને બાળકો અભ્યાસમાં નબળા હોવાથી તેઓ સ્કૂલ પછી શિક્ષિકાના ઘરે હોમવર્ક માટે જતા હતા. આ દરમિયાન આરોપી અને તેની પત્ની પણ પીડિતાના ઘરે આવજા કરતા રહેતા હતા. જે બાદ બંને વચ્ચે પારિવારિક સંબંધો બંધાયા હતા. આરોપીએ તેની પાસે અઢળક સંપત્તિ હોવાનું જણાવ્યું હતુ. ફરિયાદ પ્રમાણે એક વર્ષ પહેલા આરોપીએ એક દિવસ શિક્ષિકાને રસ્તામાં અટકાવી હતી. અને તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ દરમિયાન તેણે પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવાની પણ વાત કરી હતી. જોકે, શિક્ષિકાએ આ પ્રસ્તાવ નકારી દીધો હતો. જે બાદમાં બે દિવસ પછી આરોપી શિક્ષિકાને તેની ઓફિસ લઈ ગયો હતો. અને તેની સાથે બળજબરી કરીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની પાસે અઢળક સંપત્તિ હોવાની વાત કરી હતી. તેમજ તેને હંમેશા ખુશ રાખવાનું જણાવ્યું હતું. મોબાઇલ ફોન ગિફ્ટમાં આવ્યો. જે બાદમાં આ સીલસીલો આગળ વધ્યો હતો. આરોપીએ શિક્ષિકાને એક મોબાઇલ ગિફ્ટમાં આપ્યો હતો. અને બંને ચેટિંગ કરતા હતા. એટલું જ નહીં આરોપી પીડિતાને અવાર નવાર લોંગ ડ્રાઇવ પર પણ લઈ જતો હતો. આ દરમિયાન તેણે શિક્ષિકા સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. શિક્ષિકા અને દિવ્યેશના સંબંધો અંગે શિક્ષિકાને પરિવારને જાણ થતાં શિક્ષિકાએ દિવ્યેશ પર લગ્નનું દબાણ કર્યું હતું. શિક્ષિકાની આવી માંગણી બાદ જિગ્નેશ તેનો અસલી રંગ બતાવ્યો હતો. અને લગ્ન કરવાનો ઇન્કાર કરીને તેને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. લગ્નમાં ઉંમર જોવાની ન હોય. ફરિયાદ પ્રમાણે પીડિતાની ઉંમર આરોપી કરતા ૧૦વર્ષ નાની છે. આ અંગે પીડિતાએ જ્યારે આરોપીને જણાવ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે લગ્ન કરવા માટે ઉંમર અને જ્ઞાતિ જોવાની ન હોય. આવી ખાતરી આપીને તેણે પીડિતાને પોતાનો શિકાર બનાવવાનું ચાલુ રાખ્યું હતું. જોકે, ‘પાપ છાપરે ચડીને પોકારે’ કહેવત પ્રમાણે અંતે દિવ્યેશનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને દિવ્યેશની શોધખોળ શરૂ કરી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200421-WA0542.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *