*રાજકોટ શહેરમાં અટિકા વિસ્તારમાં ૧૫૦૦થી વધુ પરપ્રાંતીય લોકોના ટોળા ઉમટયા. પોલીસ કાફલો પહોંચ્યો. વતન જવાની માંગ સાથે ટોળા એકત્ર થતા તંત્ર ચોંકયુ.*
*રાજકોટ શહેર તા.૩.૫.૨૦૨૦ ના રોજ સાંજે ૫ વાગે ગોંડલ રોડ ચોકડીથી કોઠારીયા જવાના રસ્તે અનેક પરપ્રાંતિયો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. રોડ બ્લોક કર્યાંનું જાણવા મળે છે. સ્થિતિ ગંભીર દર્શાય છે. પોલીસ દોડી ગઈ છે. પોલીસ દ્વારા માઈક મારફત લોકોને સમજાવવા પ્રાયસ થઇ રહ્યાં છે. રાજકોટ શહેરમાં પરપ્રાંતિયોની ધીરજ ખૂટતા તંગદિલી સર્જાય છે. રાજકોટના આહીર ચોકમાં પોતાના વતન જવાની માંગ સાથે ૧૫૦૦થી વધુ પરપ્રાંતીઓ ઉમટી પડ્યા હતા. થોડાક સમય માટે તંગદિલીનું નિર્માણ થયા બાદ પોલીસે બે દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવાની હૈયા ધારણાં આપી મામલો થાળે પાડયો હતો. એક તરફ કામધંધો. ભુખ. તરસથી તરફડીયા મારતા પરપ્રાંતીય મજુરો હવે હદ વટાવી ચુક્યા છે. તંત્રની સામે આંગળી ચિધી રહ્યા છે. ધોર બેદરકારી સામે આવી રહી છે. આમાં કોનો વાક કઈ સમજાતુ નથી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*