Gujarat

રાજકોટ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં પોતાની ફરજ દરમીયાન હેડ.કો.ભરસિંહજી સોમજી કોરોના સંક્રમણથી થયું અવસાન. રાજકોટ પોલીસ દ્વારા હૃદય પુર્વક શ્રદ્ધાંજલિ અપાઈ

*રાજકોટ શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદમાં પોતાની ફરજ દરમીયાન હેડ.કો.ભરસિંહજી સોમજી કોરોના સંક્રમણથી થયું અવસાન. રાજકોટ પોલીસ દ્વારા હૃદય પુર્વક શ્રદ્ધાંજલિ અપાઈ.*

*રાજકોટ શહેર તા.૧૯.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉનને લઈને પોલીસ કર્મચારીઓ પોતે પોતાની અને પોતાના પરિવારની પરવાહ કર્યા વગર જાહેર જનતાની સુરક્ષા કરી રહીયા છે. ત્યારે અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સટેબલ ભરતસિંહજી સોમજી કે જેઓ પોતાની ફરજ જાહેર જનતા માટે ખુબજ નિષ્ઠાથી બજાવેલ અને કોરોના વાયરસ અંગે પોતાની ફરજ દરમ્યાન કોરોના વાયરસ સંક્રમણના કારણે તા.૧૮/૦૫/૨૦૨૦ ના રોજ સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું. જેથી આજરોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર ઓફિસ ખાતે રાજકોટ પોલીસ દ્વારા તથા અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ તથા રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન ખાતે બે મિનિટ મૌન પાડી કોરોના યોદ્ધા પોલીસ હેડ કોન્સ.સ્વ.ભરતસિંહજી સોમાજી ને હૃદય પુર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200519-WA0368.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *