*રાજકોટ શહેરમાં છેલ્લા ૧૯ કલાકમાં 26 કેસ દાખલ થયેલ છે. એકનું મોત કુલ કેસની સંખ્યા ૬૩૯ પર પહોંચી છે.*
*રાજકોટ શહેર તા.૨૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર દરરોજ ૨૦ થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આજે પણ શહેરમાં સાંજે ૫:૦૦ કલાકથી તા.૨૦/૭/૨૦૨૦ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કુલ ૨૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ સાથે શહેરમાં કુલ કેસની સંખ્યા ૬૩૯ પર પહોંચી ગઈ છે. જોવાની વાત એ પણ છે કે જીલ્લામાં મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. દરરોજ જીલ્લામાં ૫ થી વધુ લોકોના કોરોનાથી મૃત્યુ થઇ રહ્યા છે. ત્યારે આજે પણ સવારે ૪ લોકોના કોરોનાને કારણે મોતના મુહમાં ધકેલાયા છે. જયારે બાદમાં વધુ એક દર્દી કોરોનાનો શિકાર બન્યો હતો. રાજકોટ શહેરના કોઠારીયા ગામમાં રહેતા ૬૩ વર્ષીય જયાબેન કેશુભાઈ સગપરીયાનું મોત નીપજ્યું હતું. ત્યારે સૌથી વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટિમ દોડતી થઇ છે. અને નોંધાયેલા વિસ્તારમાં જરૂરી કામગીરી હાથ ધરી છે. તેમજ દર્દીઓને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


