*રાજકોટ શહેરમાં દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું છે.*
*રાજકોટ શહેર તા.૧૬.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા ભારતના પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટરનું ઈ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી હતી. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારીને તેમને સાજા કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કોરોના રોગ સામે જીત મેળવવા દરેક વ્યક્તિએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. વૈશ્વિક ક્ષેત્રે પ્રસ્થાપિત થયું છે કે, કોરોના જેવી મહામારીમાં યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર જેવી ભારતીય પરંપરા-પદ્ધતિ ખૂબ જ સફળ નીવડી છે. કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા, આયુર્વેદિક દવાઓ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર કોરોના સંક્રમિત દર્દીઓને સાજા કરવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


