*રાજકોટ શહેરમાં નોકરીની લાલચ આપી યુવતિનું યૌન શોષણ કરી. પીડિતા પાસે રૂ.૧૯.૨૦ લાખ પડાવી, ૮ લાખના ચેક લખાવી લીધા.*
*રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ફરિયાદમાં ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતીને ઇમરાન હનીફભાઇ ડેલા નામના શખ્સે નોકરીના બહાને મળવા બોલાવ્યા પછી પ્રેમજાળમાં ફસાવીને લગ્નનું વચન આપી અલગ અલગ હોટલમાં લઇ જઇ અનેક વખત હવસનો શિકાર બનાવી હતી. પીડિતાને મારકૂટ કરી, ફોટા, વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને યૌન શોષણ કરનાર શખ્સે તાજેતરમાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. પોલીસે આરોપીને અટકાયતમાં લઇ લીધો છે. આરોપી ઇમરાન અઢી વર્ષ પહેલાં કાર લેવી છે. તેમ કહી પાછા આપી દેવાની શરતે રોડકા ૨ લાખ લઇ ગયો હતો. ત્યાર બાદ વધુ પૈસા માગીને પીડિતના પોતાના અને માતાના ઘરેણા મણપ્પુરમ ફાયનાન્સમાંથી કટકે કટકે ૧૪.૭૦ લાખની લોન લઇ લીધી છે. તેમજ પીડિતા અને તેના પિતાનું ઇન્ડિયન બેંકમાં જોઇન્ટ એકાઉન્ટ છે. તેમાંથી રૂ.૨.૪૨ લાખની લોન લેવડાવી પૈસા લઇ ગયો હતો. છેલ્લે ૩ મહિના પહેલાં રફીકભાઇ નામની વ્યક્તિને ૮ લાખ દેવાના છે. તેમ કહી ગુંદાવાડી બોલાવી કુલ.૮ લાખના ૨ ચેક લખાવી લીધા હતા. અને હવે ફરિયાદ કરશે તો ચેક રિટર્ન કરાવવાની ધમકી આપી હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*