Gujarat

રાજકોટ શહેરમાં ફુલવાડી પાર્કમાં રહેતા કારખાનેદાર આધેડે ત્રંબા ગઢકા રોડ પર આવેલ ઓમ શાંતિ આશ્રમ પાસે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો

*રાજકોટ શહેરમાં ફુલવાડી પાર્કમાં રહેતા કારખાનેદાર આધેડે ત્રંબા ગઢકા રોડ પર આવેલ ઓમ શાંતિ આશ્રમ પાસે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.*

*રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં આવેલા ફુલવાડી પાર્કમાં રહેતા જેન્તીભાઈ હંંસરાજભાઈ ભલાણી નામના ૫૧ વર્ષના પટેલ કારખાનેદાર આધેડે ત્રંબા ગઢકા રોડ પર આવેલા ઓમ શાંતિ આશ્રમ પાસે વિનોદભાઈ ગોરધનભાઈ રૈયાણીની વાડીએ કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. વાડી માલીક ગોરધનભાઈ વાડીએ આટો મારવા જતા કુવા નજીક હોન્ડા, પાકિટ અને મોબાઈલ જોવા મળતા કુવામાં ડોકયુ કરતાં કુવામાં લાશ તરતી નજરે પડી હતી. આ અંગે વાડી માલીક ગોરધનભાઈએ ત્રંબા ગામના સરપંચ નીતીનભાઈ રૈયાણીને જાણ કરતા તેમણે આજીડેમ પોલીસમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને બહાર કાઢી મોબાઈલ પાકિટની તપાસ કરતા મૃતક રાજકોટમાં ફુલવાડી પાર્કમાં રહેતા જેન્તીભાઈ ભલાણી હોવાનું જાણવા મળતાં પરિવારને જાણ કરવામાં આવી હતી. કારખાનેદાર આધેેડના આપઘાતથી પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200722-WA0128.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *