*રાજકોટ શહેરમાં સંતકબીર રોડ ઉપર ભગીરથ સોસાયટીમાં પરિણિતાનું બેભાન હાલતમાં શંકાસ્પદ મોત નિપજ્યું છે.*
*રાજકોટ શહેર તા.૧૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં સંતકબીર રોડ ઉપર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતી રૂપાબેન રામજીભાઈ ભરવાડ નામની 40 વર્ષની પરિણિતાનું બેભાન હાલતમાં શંકાસ્પદ મોત નિપજતા તેણીના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. પરિણિતાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે. આ અંગે મૃતક રૂપાબેનના માવતરપક્ષની પુછતાછમાં રૂપાબેનના 20 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા. તેણીને સંતાનમાં 3 પુત્ર અને પુત્રી છે. મૃતક રૂપાબેનના પતિ રામજીભાઈ બેડી ગામની પરસ્ત્રી સાથે આડા સબંધ ધરાવતા હોવાથી રૂપાબેન દસેક દિવસ પૂર્વે ચુનારાવાડ વિસ્તારમાં રહેતા માવતરમાં રિસામણે ચાલી ગઈ હતી. બાદમાં પતિ રામજીભાઈએ ફોન કરી તેણીને ઘરે આવવા જણાવતા તેણી પોતાના ઘરે આવી હતી. બાદમાં બીજા દિવસે તેણીનું મોત નિપજતા આડા સબંધ ધરાવતા પતીએ રૂપાબેનની હત્યા કર્યા હોવાનો માવતરપક્ષે સનસનીખેજ આક્ષેપ કર્યો છે. આ અંગે બી.ડીવિઝન પોલીસે નોંધ કરી આક્ષેપના પગલે કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*


