Gujarat

રાજકોટ શાપર-વેરાવળમાં સવારે હિંસક બનેલા બિહારી શ્રમિકોની મીડિયા કર્મચારી હાર્દિક જોશી પરની પરબરતા અને ખુનસ્તા વિડિયો સ્વરૂપે બહાર આવતા ખળભળાટ

*રાજકોટ શાપર-વેરાવળમાં સવારે હિંસક બનેલા બિહારી શ્રમિકોની મીડિયા કર્મચારી હાર્દિક જોશી પરની પરબરતા અને ખુનસ્તા વિડિયો સ્વરૂપે બહાર આવતા ખળભળાટ.*

*રાજકોટ શહેર તા.૧૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ ગોંડલ હાઇવે પર સવારના ૭.૩૦ વાગ્યા અરસામાં શાપર-વેરાવળ નજીક રસ્તા પર શ્રમિકોના ટોળા એકઠા થયા હતા. આ ટોળાઓએ કાયદો હાથમાં લઇ રસ્તે જતા લોકોના વાહનોમાં તોડફોડ કરી પત્રકાર હાર્દિક જોષી અને રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મિણા તેમજ તેમના કમાન્ડો સહિત ૩ પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કર્યો હતો. ટોળાએ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયરની સાથે છેલ્લા ૫૪ દિવસથી પરિવારની ચિંતા કર્યા વગર જતા મીડિયા કર્મી પર જીવલેણ હુમલો કરી તેમના કેમેરાની લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ પોલીસે વીડિયોના આધારે ૨૯ આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. વહેલી સવારના સમયે ટોળાએ પોલીસ અને પત્રકાર પર હુમલો કર્યો હતો. જેમાં પત્રકાર હાર્દિક જોશીને માથાના ભાગે ગંભીર તેમજ હાથ પગના ભાગે ઈજા પહોંચી છે. તેઓ ઘટના સ્થળે જ લોહીલુહાણ થઈ ગયા હતા. સમગ્ર ઘટના બાદ આજે બપોરના સમયે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં પત્રકાર હાર્દિક જોષીને ટોળાએ બેરહેમીથી માર માર્યો હોવાનું સ્પષ્ટ જણાતા સમગ્ર ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ઘટનામાં કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200519-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *