રાજકોટમાં કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા ઉપર થયેલ અત્યાચાર ના વિરોધમાં ઉપલેટા કોંગ્રેસ આગેવાનો દ્વારા મામલતદારને આવેદન
રાજકોટ માં ગુજરાત કોંગ્રેસ ના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા કલેકટર કચેરી પર ખેડૂતોના પ્રશ્નો ની રજુઆત કરવા ગયેલ હોય અને ત્યાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરી પોલીસ કસ્ટડીમાં લઈ માર મારવાનો બનાવ સામે આવ્યો છે આ બનાવના ઘેર પડઘા સૌરાષ્ટ્ર ભરમાં પડ્યા છે ગુજરાત ભરમાં ખેડૂતોના પ્રશ્નો ને વાચા આપી રહેલા અને કોઈ પણ પ્રશ્નો ના ઉકેલ માટે હંમેશા તત્પર રહ્યા હોય તેવા ખેડૂત આગેવાન ને આજે પોલીસે કોઈ મોટા ગુનેગાર હોય તે રીતે વર્તન કરી માર મારવામાં આવ્યો છે આને બનાવને લઈ ઉપલેટા ધોરાજીના ધારાસભ્યએ પણ આવા બેહુદા વર્તનને વખોડી કાઢી જણાવ્યું હતું કે અધિકારીઓ સરકારના ઈશારે કોંગ્રેસના આગેવાનોને પકડે છે અને માર મારે છે આ વ્યાજબી નથી અને અધિકારીઓએ કાયદો હાથમાં લેવો ન જોઈએ.આજે ભાજપ ની સરકાર છે આવતી કાલે કોંગ્રેસ ની સરકાર આવી શકે છે ત્યારે અધિકારીઓ ને શાનમાં સમજી જવાની ચીમકી આપી હતી લલિત વશોયાએ પત્રકારોને જણાવ્યું હતું કે અધિકારીઓએ પોતાની મર્યાદા ભૂલી ન જવી જોઈએ કાયદાનો અમલ કરવા જે સતા મળી છે તેનો દુરૂપીયોગ કરી રજુઆત કરનારા ને માર મારવા સુધીનો બનાવ બને તે બિલકુલ ખોટો છે આવા બનાવોને તે વખોડી કાઢી અધિકારીઓ ને સમજી જવું જોઈએ તેમ જણાવ્યું હતું આ અમન્યુશર બનાવના પડઘા સમગ્ર સૌરાષ્ટ્રમા પડતા ખેડૂતો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ઉપલેટામાં પણ કોંગ્રેસ આગેવાનો તથા ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન આપી અને આમાં સામેલ તમામ અધિકારીઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા જણાવેલ હતું
રિપોર્ટ:- વિપુલ ધામેચા
ઉપલેટા


