અમેરિકામાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કોમકાસ્ટે 60 દિવસ સુધી ફ્રી વાઇફાઇ આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણય કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે લેવામાં આવ્યો છે, જેના કારણે લોકો પોતાના સ્વજનો સાથે જ જોડાયા રહે તો કોઇ તકલીફ ન થાય કોમકાસ્ટના જણાવ્યા અનુસાર ફ્રી વાઇફાઇ સમગ્ર દેશમાં Wifi hotspot દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- કોરોના વાયરસનો કહેર યથાવત
- અમેરિકામાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કોમકાસ્ટે ફ્રી ઇન્ટરનેટ આપવાની કરી જાહેરાત
- 60 દિવસ સુધી મળશે ફ્રી ઇન્ટરનેટ
જેમાં સૌથી પહેલા હોટસ્પોટ પર ‘xfinitywifi’ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ હોટસ્પોટમાં નેટવર્કનું નામ આવશે. ત્યારબાદ બ્રાઉઝર લોન્ચ થશે. Xfinity Internet ગ્રાહક પોતાના યુઝરનેમ અને પાસવર્ડ એડ કરતા જ ઓટોમેટિકલી Xfinity hotspot કનેક્ટ થઇ જશે.