PM નરેન્દ્ર મોદી કોરોના વાયરસનો સામનો કરવા માટે સાર્ક દેશોને એકજુટ થવા કહ્યું છે. ત્યારે પાકિસ્તાને આ ખતરનાક વાયરસનો સામનો કરવામાં સહયોગ કરવાની જગ્યાએ નાપાક ઇરાદા દર્શાવ્યા છે. રવિવારે પીએમ મોદી અને સાર્ક દેશોની સાથે વીડિયો કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાને કાશ્મીર બોમ્બ ફોડ્યો છે.
- PM નરેન્દ્ર મોદી કોરોના વાયરસનો સામનો કરવા માટે સાર્ક દેશોને એકજુટ થવા કહ્યું
- પાકિસ્તાન તરફથી સ્વાસ્થ્ય મંત્રી જફર મિર્જાએ વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો
જોકે તેમા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ખુદ સામેલ નહોતા થયા પરંતુ તેમની જગ્યાએ પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી જફર મિર્જાએ વીડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો.
આ દરમિયાન પાક. સ્વાસ્થ્ય મંત્રી જફર મિર્જાએ કાશ્મીર મુદ્દો ઉઠાવતા કહ્યું કે કોરોના વાયરસના ખતરાનો સામનો કરવા માટે જમ્મૂ કાશ્મીરમાં તમામ પ્રતિબંધ હટાવવા જોઇએ. તેઓએ કહ્યું કે જમ્મૂ કાશ્મીરમાં પણ કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે.
પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી જફર મિર્જાએ કહ્યું, કોવિડ 19 સૌથી ખતરનાક મહામારી બની ચૂકી છે. કોરોના વાયરસના 1,55,000 મામલાઓ સામે આવી ચૂક્યા છે. અત્યાર સુધી તેનાથી 5,833 લોકોના મોત થઇ ચૂક્યા છે. આપણે કોઇપણ સ્થિતિમાં કોરોના વાયરસનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.