માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે 8 વર્ષ પહેલાં ક્રિકેટ ઇતિહાસમાં આ પ્રકારનો રેકોર્ડ બનાવ્યો હતો, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. 16 માર્ચ, 2012ના રોજ સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100મી સદી પૂરી કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.
- સચિન તેંડુલકરે 8 વર્ષ પહેલાં રચ્યો હતો ઇતિહાસમાં
- સચિને 100મી સદી પૂરી કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો
- સચિને બાંગ્લાદેશ સામે 114 રનની ઇનિંગ રમીને આ સિદ્ધિ હાંસલ કરી હતી
એશિયા કપ ટૂર્નામેન્ટ દરમિયાન બાંગ્લાદેશ મીરપુરનું શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો હતો. જ્યારે સચિને બાંગ્લાદેશ સામે 114 રનની ઇનિંગ રમીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.
સચિનની વન ડેમાં આ 49મી સદી હતી અને અગાઉ તે ટેસ્ટ મેચોમાં 51 સદી ફટકારી ચૂક્યો હતો. સચિન વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે.
સચિનની શાનદાર સદી મોડી આવી
સચિનને તેની 99મી સદીથી 100મી સદી સુધી પહોંચવામાં લગભગ એક વર્ષનો સમય લાગી ગયો હતો. સચિને તેના 24 વર્ષના કરિયરમાં 463 વનડેમાં 18426 રન બનાવ્યા, જેમાં 49 સદી સામેલ હતી અને 200 ટેસ્ટમાં 51 સદીની મદદથી 15921 રન બનાવ્યા હતા.
આ સિવાય સચિન તેંડુલકરે ટી 20 મેચ પણ રમી છે. તેણે કુલ 664 આંતરરાષ્ટ્રીય મેચોમાં 34357 રન બનાવ્યા છે, જે વર્લ્ડ રેકોર્ડ છે. આ દરમિયાન સચિને 100 સદી અને 164 અડધી સદી ફટકારી છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી
100 સચિન તેંડુલકર (ભારત)
71 રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)
70 વિરાટ કોહલી (ભારત)
63 કુમાર સંગકારા (શ્રીલંકા)
62 જેક કેલિસ (દક્ષિણ આફ્રિકા)
Source: VTV News Gujarati (For Development Purpose)