Tiktok માટે ફેબ્રુઆરી સતત બીજો સફળ મહિનો સાબિત થયો, આ મહિનામાં પણ Tiktok એ સૌથી વધારે ડાઉનલોડ કરતી એપના મામલામાં દિગ્ગજ WhatsApp અને Facebook ને પાછળ છોડી દીધી છે.
દુનિયાભરમાં Tiktok ના સૌથી વધારે રજિસ્ટર્ડ ડાઉનલોડ્સ થયા છે. ફેબ્રુઆરીમાં એન્ડ્રોઈડ તથા આઇઓએસ એ મળીને Tiktok એપને દુનિયાભરમાં સૌથી વધારે ડાઉનલોડ કરવામા આવી છે. આ સેન્સર ટૉવરની એક રિપોર્ટમાં ખુલાસો થયો છે. ડાઉનલોડ અને રેવેન્યૂ ગ્રોથના મામલામાં Tiktok માટે ફેબ્રુઆરી મહિનો સફળ રહ્યો.
આ વર્ષે જાન્યુઆરીમાં Tiktok માં સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલી નૉન ગેમ એપ બની ગઇ. સોશ્યલ વીડિયો એપને આ મહિનામાં જ પોતાના 104.7 મિલિયન ડાઉનલોડનો રેકોર્ડ તોડીને 112.9 મિલિયનનું આંકડો પાર કરી દીધો છે.
સેન્સર ટૉવરની રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીમાં Tiktok ની રેવેન્યૂ 50.4 મિલિયન ડૉલર રહ્યો જે ગત વર્ષની ફેબ્રુઆરી કરતા 784.2 % નો વધારો છે. આ સિવાય ટિન્ડર અને યૂટ્યૂબ પછી Tiktok એ સૌથી વધારે કમાણી કરનાર નૉન ગેમ એપમાં ત્રીજા નંબર પર છે.
Tiktok ના સૌથી વધારે યૂઝર ચીનમાં છે, જ્યાં આ એપ Douyin નામથી ઉપલબ્ધ છે. ચીનમાં યૂઝર્સને લગભગ 46 મિલિયન ડૉલર ખરચ કર્યા જેનાથી તે મહિનાની રેવેન્યૂ વધીને 91 % થઇ ગઇ છે. આ પછી અમેરિકામાં 3 મિલિયન ડૉલર અને ગ્રેટ બ્રિટનમાં 216000 ડૉલર ખર્ચ કર્યા.
ભારતમાં Tiktok ના ગ્રોથની વાત કરવામાં આવે તો, ભારતમાં અત્યારે સૌથી વધુ ડાઉનલોડ કરનારી એપ્સ બની ગયું છે. ગ્લોબલી Tiktokના કુલ ડાઉનલોડમાં 46.6 મિલિયન ભારતમાં છે એટલે કે 41.3 % યૂઝર્સ ભારતમાં છે. ફેબ્રુઆરીમાં ડાઉનલોડની સંખ્યા 64.8 % છે. બ્રાઝિલમાં ધીમે-ધીમે ભારતના આંકડાની નજીક પહોંચવાની તૈયારીમાં છે. આ મહિનામાં બ્રાઝિલ 9.7 મિલિયન ડાઉનલોડ થયા છે. અમેરિકામાં Tiktok ને 6.4 મિલિયન વખત ડાઉનલોડ કરવામાં આવ્યુ છે.
Source: VTV News Gujarati (For Development Purpose)