Uncategorized

અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી*

*પ્રેસનોટ*
*તા.૩૦/૦૫/૨૦૨૦*

*અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી*

*શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી* નાઓએ રાજયના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ* ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ. બી.વી.પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાધવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા *સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૫૦૭/૨૦૨૦ IPC ક.૩૬૩,૩૬૬ તથા પોકસો ક.૧૮ વિ.* મુજબ અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ગીરસોમનાથ જીલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામેથી શોધી કાઢી આગળની ઘટતી કાર્યવાહી કરવા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ને સોંપી આપેલ.

*પકડાયેલ આરોપીઃ-*
*રામભાઇ જોરૂભાઇ ગોહિલ ઉ.વ.૨૭ ધંધો-જેસીબી ડ્રાઇવર રહે.ઉમેજ તા.ઉના જી.ગીરસોમનાથ* વાળાને તા.૨૯/૦૫/૨૦૨૦ ના રોજ અંગત બાતમી રાહે હકિકત આવતા આરોપી શોધી આગળની ઘટતી કાર્યવાહી કરવા સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપવા તજવીજ કરેલ.

*આમ, શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના અપહરણના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીને ગીરસોમનાથ જીલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામેથી શોધી કાઢી આગળની ઘટતી કાર્યવાહી કરવા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ને સોંપી આપેલ.*

રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20200601-WA0029.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *