Uncategorized

અમરેલીમાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ અમરેલી લાઠી રોડના ૭૧ વર્ષીય પુરૂષ, લીલીયાના સલડીના ૨૯ વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના નાની

અમરેલીમાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ

અમરેલી લાઠી રોડના ૭૧ વર્ષીય પુરૂષ, લીલીયાના સલડીના ૨૯ વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના નાની વડાળના ૭૦ વર્ષીય પુરુષના કોવિડ-૧૯ રિપોર્ટ્સ પોઝિટિવ

૭ એક્ટિવ કેસ, ૨ મૃત્યુ અને ૯ ડિસ્ચાર્જ : કુલ મળી જિલ્લામાં ૧૮ પોઝિટિવ

અમરેલી, તા: ૯ જૂન

આજે તા. ૯ જુનના અમરેલી જિલ્લામાં વધુ ૩ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. અમરેલી શહેરના લાઠી રોડ પર રહેતા ૭૧ વર્ષીય પુરૂષ જે અમદાવાદથી આવેલા એમના ભાઈના સંપર્કમાં આવેલા છે એમનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવેલો છે. લીલીયાના સલડી ગામના ૨૯ વર્ષીય પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ છે. આ પુરુષની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ ઉપરાંત સાવરકુંડલાના નાની વડાળના ૭૦ વર્ષીય પુરુષ જે મુંબઈથી તા. ૭ જુનના આવ્યા હતા એમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ છે.

આજ સુધીમાં અમરેલી જિલ્લામાં ૨ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે અને ૯ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ કુલ ૧૮ પોઝિટિવ કેસમાંથી હાલ ૭ એક્ટિવ કેસ છે. આજે કોવિડ-૧૯ પોઝિટિવ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઈન કરવાની કામગીરી તેમજ દર્દીઓના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *