Uncategorized

અમરેલી કલેકટર કચેરી પાસે સીનીયર સીટીજનના ખોવાઇ ગયેલા રોકડા રૂ.૩૦,૦૦૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ *

* પ્રેસ નોટ તા.૦૬/૦૫/૨૦૨૦*

* અમરેલી કલેકટર કચેરી પાસે સીનીયર સીટીજનના ખોવાઇ ગયેલા રોકડા રૂ.૩૦,૦૦૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ *

* આજરોજ અમરેલી ગાયત્રી મદિર પાછળ રહેતા સીનીયર સીટીજન મધુસુદનભાઇ નાનાલાલભાઇ વ્યાસ સવારે આશરે ૧૦/૦૦ વાગ્યે અમરેલી ફોરવર્ડ સ્કુલના મેદાનમાં શાકભાજી લઇને પરત થતી વખતે તેમની પાસે રહેલ કાપડની થેલીમાં રોકડ રકમ રૂ.૩૦,૦૦૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ રસ્તામાં કયાક પડી ગયેલ હોય જેથી અમરેલી સીટી પો.સ્ટે પૈસા ખોવાય ગયેલની જાણ કરવા માટે આવતા અમરેલી સીટી પો.સ્ટે હાજર પો.સબ.ઇન્સ એસ.આર.મેઘાણી તથા એ.એસ.આઇ રસુલભાઇ ખોખર તથા હેડ કોન્સ એન.વી.લંગાળીયા તથા પો.કોન્સ પ્રવિણસિંહ બારીઆ દ્રારા આ બાબતે અરજદારની વિગતે તપાસ કરતા જાણવા મળેલ કે અમરેલી ચોરાપામાં રહેતા મહિલા મંગળાબેન રમેશભાઇ પરમારને આ થેલીમા રહેલ રોકડ રકમ રૂ.૩૦,૦૦૦/- તેમજ એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવેલ હોય અને પ્રમાણીકતાથી અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અમરેલી સીટી પોલીસે સીનીયર સીટીજનને તેમના રોકડ રૂપિયા પરત અપાવેલ હતા અને અમરેલી ચોરાપામાં રહેતા મહિલા મંગળાબેન રમેશભાઇ પરમારે આવી વૈશ્વિક મહામારીમાં પણ રોકડ રકમ તેમજ મોબાઇલ પરત આપી માનવતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે.

IMG-20200507-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *