બ્રેકિંગ ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં ૧૧વર્ષ ના છોકરો ડૂબી જતાં તેની પોલીસ તેમજ ગ્રામજનો દ્વારા શોધ ખોળ સાલુ
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં દરિયામાં નહાવા જતા બળદેવ નામનો ૧૧વર્ષ નો છોકરો ડૂબી જતાં પૂરા બાબરકોટ ગામમાં અરેરાટી મચી જવા પામી હતી
બાબરકોટ ના૧૧વર્ષ ના બળદેવ જગુ ભાઈ સાંખટ કાલે ત્રણ વાગે દરિયામાં નહાવા જતાં ડૂબી ગયો હતો ઘટના ની જાણ થતાં જાફરાબાદ, રાજુલા તેમજ ખાંભા તાલુકા ના પૂર્વ ધારા સભ્ય સશિવ શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા છોકરાના પિતા ની ખાસ મુલાકાત લીધી હતી અને જણાવ્યું કે હમારી પૂરી કોશીસ રહેશે કે જલદી માં જલદી તમાંરો છોકરો મળી જસે તેવો દિલાસો આપવામાં આવ્યો હતો
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામનાં સરપંચ પ્રવીણ ભાઇ,તાલુકા પ્રમુખ હરેશ ભાઈ મકવાણા,પૂર્વ સરપંચ અનક ભાઈ સાંખટ,તેમજ ગ્રામ પંચાયત ના સભ્ય તેમજ ગ્રામજનો મળી ને કાલે ત્રણ વાગાથી બાબરકોટ થી ભાકોદર સુધી કિનારા માં શોધ ખોળ કરવામાં આવી રહી છે
બાબરકોટ ગામનાં ૧૧વર્ષ ના બળદેવ ના પિતા જગુ ભાઈ ની પત્રકારો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી મુલાકાત દરમિયાન છોકરાના પિતા જગુ ભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે બપોરના ત્રણ વાગે દરિયામાં નહાવા જતાં ડૂબી ગયો હતો તેની જાણ થતાં હું તેમજ મારો પૂરો પરિવાર ભૂખ્યા અને તરસ્યા શોધ ખોળ કરી રહ્યા છે હજી પણ નથી મળ્યો
બાઈટ..જગુ ભાઈ સાંખટ
રિપોર્ટ. વિક્રમ સાંખટ રાજુલા




