અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લીલીયા અને ખાંભાના ગામોમાં તીડનો ઉપદ્રવ
તીડના ઉપદ્રવને રોકવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરંભાઈ કામગીરી
ખેતીવાડી વિભાગ દ્વારા ૧૧ ટીમ તૈયાર કરાઈ : કલેકટરશ્રી
અમરેલી, તા: ૨૨ મે
અમરેલી જિલ્લામાં ગઈકાલ સાંજથી રણતીડનાં આક્રમણનો પ્રશ્ન ઉભો થયો છે. આ તીડના કારણે ખેતરના ઉભા પાક અને ફૂલ-છોડને મોટાં પ્રમાણમાં નુકશાન થઈ શકે તેમ છે. આ મામલે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ગઈકાલથી અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા અને લીલીયા તાલુકામાં તીડનો ઉપદ્રવ જોવા મળ્યો છે. ખેતીવાડી વિભાગ દ્વારા ૧૧ ટીમ તૈયાર કરવામાં આવી છે. આ ટીમ દ્વારા હાલ તીડના નિરક્ષણ તેમજ નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ તીડ દ્વારા જે નુકશાન થશે તેનું આકલન કરી રાજ્ય સરકારને રીપોર્ટ મોકલવામાં આવશે.
જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કે.કે.પટેલએ જણાવ્યું હતું કે રણતીડ મોટાભાગે પાટણ અને બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે પરંતુ હમણાં થોડા સમયથી આ તીડએ સૌરાષ્ટ્ર માં પ્રવેશ કર્યો છે છે પ્રવેશ કર્યો છે છે ગઈકાલે સાંજે લીલીયાના સનાળિયા ગામે ગામે તીડ જોવા મળ્યા હતા જે ભાવનગર બાજુથી પવનની દિશા સાથે અહીં આવ્યા હતાં અને હવે ફરી ભાવનગર તરફ પરત ફર્યા છે. ગઈકાલે સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે જોવા મળેલા તીડ હાલ ખાચરિયા ગામ તરફ વિચરિત થયા છે. તેમજ ખાંભા તાલુકાના રાયડી અને રાણીંગપરા ગામના ખેત વિસ્તારોમાં જોવા મળેલા તીડ તીડ હાલ આદસંગ ગામ બાજુ પવનની દિશામાં વિચરીત થયા છે. આ તીડનો ઉપદ્રવ રોકવા માટે ગ્રામકક્ષાએ જાગૃતિ લક્ષી કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં ઢોલ થાળી વગાડી અવાજ કરી અને તીડને ભગાવવા નો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તીડનો નાશ કરવા દવા, લીંબોળીનો અર્ક, ક્લોરપાયરીફોસ જેવા રસાયણોનો છંટકાવ કરવો. આ તીડ દિવસ દરમિયાન ભોજનની શોધમાં ફરતા હોય છે અને રાત્રે એ ઝાડ પર વિશ્રામ કરે છે ત્યારે જ તેનો નાશ કરવાના પ્રયાસો ગ્રામજનોના સહકારથી રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહયા છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756


