*અમરેલી જિલ્લાના ૨.૩૩ લાખ લોકોનો ૧૪ દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ*
અમરેલી, તા: ૧૮ જુન ૨૦૨૦
કોવિડ-૧૯ના સંક્રમણનો ફેલાવો અટકાવવાના ભાગરૂપે લોકડાઉન દરમિયાન અન્ય જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરનાર વ્યક્તિઓને ૧૪ દિવસ માટે હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી જિલ્લામાં ૨.૩૩ લાખ લોકોનો ૧૪ દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ થયો છે અને હાલ ૨૯૦૦ જેટલા લોકો હોમ કોરેન્ટાઇન હેઠળ છે. સરકારી કોરેન્ટાઇન ફેસીલિટીમાં કોરેન્ટાઇન કરેલાની સંખ્યા છે ૬૧૬૯ છે જેમાંથી ૬૦૩૯ જેટલા લોકોને રજા આપી દેવાઈ છે અને હાલમાં દાખલ કરેલાની સંખ્યા ૧૩૦ છે.
૧૭ જૂન સુધી કોવિડ-૧૯ના શંકાસ્પદ ૪૧૫ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી ૩૮૧ ના નેગેટિવ રિપોર્ટ્સ આવ્યા છે. જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીના છઠ્ઠા રાઉન્ડમાં આશરે ૩ હજારથી વધુ ઘરના કુલ ૧૭ હજારથી વધુ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી ૪ વ્યક્તિઓ તાવ-શરદી-શ્વાસની તકલીફવાળા મળી આવ્યા હતા. આજદિન સુધીમાં કુલ ૩૮૨ લોકો સામે હોમકોરેન્ટાઇનના ભંગ બદલ એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી છે. ઉપરાંત ૨૫૧૮ જેટલી સરકારી તેમજ ખાનગી કચેરીમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવી છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756
