Uncategorized

અમરેલી જિલ્લાની જનતાના સહકાર અને તંત્રના પ્રયાસથી જિલ્લામાં કોરોના કાબુમાં. જિલ્લા માં આજે 9 પોઝિટિવ કેસ સામે 9 ડિસ્ચાર્જ અમરેલી જિલ્લામા લોકોના ખૂબ સહકારથી અને તંત્રના અથાગ પ્રયત્નોથી કોરોના કાબુમાં આવતો જાય છે જિલ્લામાં પોઝિટિવ કેસો સતત ઘટતા જોવા મળી રહ્યા છે. આજે 9 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો જોવા મળી રહ્યો છે. સારવાર લઈ રહેલા દર્દીઓ નો કુલ સંખ્યા 100થી નીચે ગઈ છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુ માં લેવા સતત પ્રયત્નો કરી રહ્યું છે તેમાં લોકો અત્યારે માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરીને સહકાર આપવા અપીલ છે. યાદ રહે અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે. આજ તા. 27 ડિસેમ્બર ના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 84 દર્દીઓ છે. આજે 9 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 40 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3685 પર પહોંચ્યો.

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓએ  અમરેલી જીલ્લામા ચોરી છુપીથી જુગાર રમતા હોય અને આ જુગાર રમવાની પ્રવૃતીથી ઘણા પરીવારો આર્થીક નુકશાની ભોગવતા હોય તો આ જુગારની બર્દીને સમાજ માથી દુર કરવા તમામને કામગીરી કરવા સુચના આપેલ હોય જે અંગે નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચોધરી સાવરકુંડલા વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર *આર.એમ.ઝાલા* સાહેબ તથા પો.સબ.ઇન્સ એમ.એસ.ગોહેલ  ની સૂચના મુજબ સ્ટાફનાં માણસો રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં  પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ધોળીયો ડુંગર પાણીની ટાકી પાસે જાહેર જગ્યામા હાથ કાપનો જુગાર રમે છે. જે હકિકત આઘારે જુગાર અંગે રેઇડ કરતા રેઇડ દરમ્યન પાચ ઇસમો જાહેરમાં  પૈસા પાના વડે હાર-જીતનો જુગાર રમતા મળી આવેલ છે જે નીચે મુજબ છે 
હનીફભાઇ મીઠુભાઇ સુમરા ઉ.વ.૩૨ રહે.રાજુલા પાણીની ટાકી પાસે જી.અમરેલી હુસેનભાઇ જુસબભાઇ કાબરીયા ઉ.વ.૩૨ રહે.રાજુલા સલાટવાડા જી.અમરેલીઅબ્દુલભાઇ ભીખુભાઇ કુરેશી ઉ.વ.૨૮ રહે.રાજુલા સલાટવાડા જી.અમરેલીસુરેશભાઇ વાલજીભાઇ સોલંકી ઉ.વ.૩૨ રહે.રાજપ્રડા તા.રાજુલા જી.અમરેલીસમીરભાઇ સફીભાઇ ગાહા ઉ.વ.૨૭ રહે.ડુંગર મંગળ શેરી તા.રાજુલા જી.અમરેલી                                              વાળાઓને ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા  કુલ રોકડા.રૂ.૧૫,૨૦૦ મુદ્દામાલ સાથે પકડી પાડેલ
આ સમગ્ર કામગીરીમાં રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ આર.એમ.ઝાલા સાહેબ તથા પો.સબ.ઇન્સ એમ.એસ.ગોહેલ તથા હેડ.કોન્સ. એમ.કે.પિછડીયા તથા હેડ.કોન્સ. એન.બી.દાફડા તથા પો.કોન્સ. એમ.બી.ભુવા તથા પો.કોન્સ. આર.કે.પરમાર તથા પો.કોન્સ. એ.એન.વાજા તથા પો.કોન્સ. વાય.જે.વાળા રીતેના પો.સ્ટાફ જોડાયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *