અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું જુનાવાઘણીયા ભીડભંજન મહાદેવ ના સાનિધ્યમાં કાર્તિક અમાવસ્યાના દિને કુંકાવાવ સોની પરિવાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા બ્રહ્મચોર્યાસી યોજાઈ.
માસ્ક અને સેનીટાઇઝર થી સ્વાગત કરેલ નિયમોના પાલન સાથે કુંકાવાવના પરજીયા સોની શ્રી દિપકભાઈ શિવલાલ સોની પરિવાર દ્વારા વાઘણીયા ના ભીડભંજન મહાદેવ ના સાનિધ્યમાં કાર્તિકી અમાવસ્યાના દિવસે બ્રહ્મચોર્યાસી ભાવપૂર્વક નું ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજપીપળા ૧૦૦૮ મહંતશ્રી ઘનશ્યામ દાસ બાપુ, મહંત શ્રી ગણેશપુરી બાપુ( શાંતિ કોટી અયોધ્યા),શ્રી અવધ બિહારી દાસ બાપુ (અયોધ્યા ),શ્રી કૌશલ કિશોર દાસ બાપુ (અયોધ્યા ),શ્રી કરશનદાસ બાપુ (કાશીવિશ્વનાથ) બજરંગદાસ રામકથા કાર,શ્રી શિવરામ બાપુ ઉપસ્થિત રહ્યા હતા.જે સંતોનું પરંપરાગત મુજબ ફુલહાર ,શાલ ભેટ દ્વારા સોની ધર્મેશભાઈ, સોની વિનુભાઈ તેમજ ચેમ્બર પ્રમુખ અરવિંદ ભાઈબસન્માન કરી આશિર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી મૂળશંકર દાદા તેરૈયા તેમજ રંગ તળાવ ના વતની શ્રી એડવોકેટ શ્રી જોશી સાહેબ (અમદાવાદ હાઈકોર્ટ) ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્મચોર્યાસી માં વાઘણિયા ગામના બ્રાહ્મણો તેમજ આજુબાજુ ગામના સંતો ઉપસ્થિત રહ્યા હતા. સંતોના સ્વાગત કાર્યક્રમ નું સંચાલન શ્રી મનોજભાઈ જોશી દ્વારા કરાયો હતો. તેમજ આશિર્વચન શ્રી ગણેશપુરી બાપુ (અયોધ્યા )તેમજ મહંત શ્રી ઘનશ્યામ દાસ બાપુ દ્વારા આપવામાં આવ્યા હતા .આભારવિધિ શ્રી શિવરામ બાપુ (રામાયણ કથાકાર) દ્વારા કરવામાં આવી હતી.આ પ્રસંગે નવલરામ બાપુ (ઉજળા રામજી મંદિર પુજારી) વસંત રામ બાપુ (પીઠડીયા ),પ્રકાશ દાસી કલ્પેશ ભગત (રામજી મંદિર પુજારી ),સંજયભાઈ તથા ઠાકરભાઈ ,શૈલેષભાઈ ત્રિવેદી,જતિનભાઈ સગર, અમરાપુર વાઘણીયા કાઠી ક્ષત્રિય સમાજના સત્સંગી અગ્રણીઓ ભાગ પૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટથી શ્રી સોની પરિવારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કુંકાવાવ ના યુવા પત્રકાર રસિકભાઈ વેગડા ઉપસ્થિત રહ્યા હતા. ભીડભંજન જગ્યાના મહંત શ્રી તેમજ ત્યાં ના સમુદાય દ્વારા સુંદર વ્યવસ્થા ઊભી કરાઇ હતી.અંતમાં સોની પરિવાર દ્વારા સૌને આભાર વ્યક્ત કરાયો હતો.
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ


