અમરેલી
તા.5.8.2020
અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ખાતે શ્રી રામજી મંદિર માં દીપ પ્રગટાવી પુજા અર્ચના કરવામાં આવી
અયોધ્યામાં આજે માહોલ દિવાળી જેવો ઉત્સવનો છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રામ મંદિર નું ભૂમિ પૂજન થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંઘના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિતના મહેમાનો પૂજા માં બેસેલા છે
આ પાવન પ્રસંગે ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના કુકાવાવ ગામ ના રામજી મંદિર માં આજે 108 દીપ પ્રજ્વલિત કરી મહંત શ્રી બળવંત
બાપુને ઉપસ્થિતિમાં ગામ ના સેવકો ભક્તો તથા આસપાસના તમામ ધર્મપ્રેમી જનતાએ કુંકાવાવ ખાતેના રામજી મંદિર ને પણ અયોધ્યા ધામ બની ગયું હોય એવો આજે માહોલ જોવા મળી રહ્યો હતો મંદિરના સેવકો ગામના આગેવાનો તેમજ ભાઈઓ અને બહેનો ખુબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
મહંત શ્રી બળવંત બાપુ લશ્કરી તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા યુવા ભાજપ પ્રમુખ નીલેશભાઈ સાવલિયા પૂર્વ ભાજપ પ્રમુખ રાજેશ ભાઈ સુખડિયા રજની પટેલ કિશોરભાઈ ગોસાઈ કિશોરભાઈ દેસાઈ જયંતીભાઈ ગેવરીયા અરવિંદભાઈ સોની શશી ભાઈ જોષી ગૌરાંગ ઢોલરીયા બાવભાઈ ભુટક આકાશભાઈ આસોદરીયા રમેશભાઈ વેકરીયા હરિભાઈ તેરૈયા જેનીલ ભાઈ આસોદરીયા પ્રશાંત જોષી ઘનશ્યામ ભાઈ ડોબરીયા ધ્રુવ સુખડિયા ગોપાલ માથુકિયા ઘેલાભાઈ સાવલિયા હરીભાઈ ઠુંમર મનુભાઈ કુનડયા મનસુખભાઈ સગર હરેશભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા
હાજર રહેલા રામભક્તો દ્વારા જય શ્રીરામ,ભારત માતાકી જય ના નારાઓ સાથે વાતાવરણને ગુંજવી દીધુ હતું અને લોકોમાં ખુબજ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો હાજર સહુ કોઈએ એક બીજાના મો મીઠાં કરાવ્યા હતા
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ




