Uncategorized

અમરેલી જિલ્લામાં ૫૬ હજારથી વધુ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી

અમરેલી જિલ્લામાં ૫૬ હજારથી વધુ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી

આયુષ મંત્રાલય દ્વારા નિર્મિત આ એપથી મળશે કોરોના વિશે સંપૂર્ણ માહિતી

જો તમારી આસપાસ કોઈ કોરોના પોઝિટિવ દર્દી હશે તો એલર્ટ કરશે

તા.૧૮ એપ્રિલ, અમરેલી

હાલ કોરોનાના હાહાકાર વચ્ચે આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં દેશવાસીઓને ‘આરોગ્ય સેતુ એપ’ ડાઉનલોડ કરવાનો આગ્રહ કર્યો હતો. જેના પરિણામરૂપે અમરેલી જિલ્લામાં આજ સુધીમાં કુલ ૫૬,૬૩૫ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી છે. આ ઉપરાંત અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓને આરોગ્ય સેતુ એપનો ફરજિયાતપણે ઉપયોગ કરવા ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે.

આ એપ કોરોના વાયરસને નિયંત્રિત કરવા અને તેની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે બનાવવા આવી છે. આ ખાસ એપ આસપાસ હાજર કોરોના પોઝિટિવ લોકો વિશે માહિતી મેળવવામાં મદદ કરશે. ડાઉનલોડ કર્યા બાદ આ એપ પૂછે છે કે શું તમને ખાંસી, તાવ અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. જો તમને કોઇ એવી સમસ્યા નથી, તો તમે ગ્રીન ઝોનમાં રહેશો. આરોગ્ય સેતુ એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ પ્લે સ્ટોર પરથી ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. આ એકદમ સરળ એપની રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે તમારા ફોનમાં એક ઓ.ટી.પી. મોકલવામાં આવશે. ત્યારબાદ પર્સનલ ડિટેઇલ ભરવાની હોય છે. નામ, ઉંમર, ટ્રાવેલ ડીટેલ્સ ઉપરાંત આરોગ્ય સાથે સંકળાયેલા કેટલાક સવાલો પૂછવામાં આવે છે.

આ એપમાં સેલ્ફ ટેસ્ટના વિકલ્પ દ્વારા આરોગ્યની માહિતી માંગવામાં આવશે. જે માહિતી ભર્યા બાદ એપ તમને કોરોનાના લક્ષણ છે કે નહી તે બતાવશે. જો કોરોના લક્ષણ હોય તો એપ સરકારની પાસે તમારો ડેટા મોકલે છે. જે બાદ હેલ્થ મિનિસ્ટ્રી તરફથી આઈસોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આરોગ્ય સેતુ એપ યૂઝર્સ જો કોઈ કોરોના સંક્રમિત લોકો પાસેથી પસાર થાય કે કોરોના લક્ષણ ધરાવતો વ્યક્તિ તમારી આસપાસ હોય તો તેની જાણકારી પણ નોટિફિકેશન દ્વારા મોકલશે.

આરોગ્ય સેતુ એપ હાલ દેશની ૧૧ ભાષાઓમાં યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જેમાં અંગ્રેજી, હિન્દી, પંજાબી, ગુજરાતી, બંગાળી, તમિલ સહિત કેટલીક પ્રાદેશિક ભાષાઓ સપોર્ટ કરે છે. આ એપ પર રજિસ્ટર્ડ કરવા સમયે તમારે તમારી વ્યક્તિગત જાણકારી આપવાની રહે છે. આ આરોગ્ય સેતુ એપ ગૂગલ પ્લે સ્ટોર્સ અને એપ્પલ પ્લે સ્ટોર્સ https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu અને એપ્પલ મોબાઇલમાં https://apps.apple.com/in/app/aarogyasetu/id1505825357 લિંક પરથી ડાઉનલોડ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, નાગરિકો સુધી યોગ્ય સૂચના પહોંચાડવા માટે ભારત સરકારના આયુષ મંત્રાલયે આરોગ્ય સેતુ એપ બનાવી છે. જેમાં સ્વાસ્થ્ય સબંધી તમામ જાણકારીઓ મળી રહે છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

IMG-20200418-WA0044-1.jpg IMG-20200418-WA0045-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *