બ્રેકિંગ ન્યુઝ. કોરોના અપડેટ
અમરેલી જીલ્લા માં કોરોના નો વિસ્ફોટ, જીલ્લા માં એક સાથે ૧૦ પોઝીટીવ કેસ નોંધાયા.
(જીલ્લા માં એક સાથે ૧૦ પોઝીટીવ કેસ સામે આવતા જીલ્લા મા ભય નું વાતાવરણ)
અમરેલી જીલ્લા માં કોરોના નો કહેર છે. ત્યારે જીલ્લા માં દિવસે ને દિવસે પોઝીટીવ કેસો માં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો હતો. અને જીલ્લા માં કોરોના નો કહેર વધી રહ્યો હતો.
તો આજે અમરેલી જીલ્લા માં આજે એટલે કે તારીખ ૨૮ જુના રોજ એક સાથે ૧૦ કોરોના ના પોઝીટીવ કેસો નોંધાઈ આવ્યા છે. એક સાથે ૧૦ કેસો સામે આવતા જીલ્લા વહીવટી તંત્ર દોડતુ થય ગયું છે. સાથે તંત્ર ની ઉપાધી માં વધારો થયો છે. હાલ સમગ્ર જીલ્લા માં ભય નું વાતાવરણ સવાઈ ગયું છે. આજે આવેલ ૧૦ પોઝીટીવ દર્દીઓ ને હાલ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર શરુ છે. સાથે દર્દીઓ ના સંપર્ક માં આવેલા તમામ ને કવોરેન્ટાઈન કરવાની કામગીરી તંત્ર દ્રારા હાથ ધરવામાં આવેલ છે સાથે દર્દીઓ ના રહેઠાણ ની આજુબાજુ ના વિસ્તાર ને કનટેનેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી હાલ તંત્ર દ્રારા હાથ ધરવામાં આવેલ છે.
અમરેલી જીલ્લા માં હાલ પોઝીટીવ કેસ ૭૦ છે તેમા કુલ ૫ દર્દીઓ ના દુ:ખદ અવસાન થયા છે. જ્યારે કુલ ૩૦ દર્દીઓએ કોરોના ના સામે જગ જીતી ઘરે ગયા છે. હાલ જીલ્લા માં ૩૫ કેસો એક્ટીવ છે.


