-: તા.૦૧/૦૬/૨૦૨૦ :-
*અમરેલી શહેરમાં લાઠીરોડ ઉપર ગે.કા વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયર ટીન નંગ-૭ કિ.રૂ.૧૦૫૦ મળી કુલ કિ.રૂ.૧૬૦૫૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ*
* મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સાહેબનાઓએ આગામી સમયમાં ભીમ અગીયારસનો તહેવાર આવતો હોય અને આ તહેવારમાં જુગાર રમવાનું ચલણ હોય જેથી અમરેલી જીલ્લામાં દારૂ/જુગારની બદ્દીને ડામવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરવા માટે સુચના આપેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વિરેન્દ્રસિંહ આર.ખેર સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા પો.કો.ન્સ. નીલેશભાઇ ડાંગર તથા મહેશભાઇ મુંધવા એ રીતેના પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અમરેલી લાઠી રોડ ઉપર એસ.ટી. ડીવિજન પાસે એક ઇસમ શંકાસપદ હાલતમાં ઉભો હોય જેથી તેને ચેક કરતા તેની પાસે ગે.કા વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂ HAYWARDS 5000 PREMIUM STRONG BEERના ૫૦૦ મી.લી.ના કંપની રીંગ પેક ટીન-૬ કિ.રૂ.૯૦૦/- તથા TUBORG PREMIUM BEER નું ટીન-૧ કિ.રૂ.૧૫૦/- તથા એક્ટીવા ગાડીની કિ.રૂ.૧૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૬૦૫૦/- ના મુદામાલ મળી આવેલ અને આ બીયર ના ટીન પોતાના મીત્ર દિલીપભાઇ અનકભાઇ બોરીચાએ મંગાવેલ હોવાનું જણાવતો હોય જેથી બન્ને ઇસમો વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
-: પકડાયેલ ઇસમ :-
(૧) દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા ઉ.વ.૨૩ ધંધો.પ્રા.નોકરી રહે.અમરેલી લાઠીરોડ એસ.ટી. ડિવીજન સામે વૃંદાવન પાર્ક તા.જી.અમરેલી
-: પકડવાનો બાકી ઇસમ :-
(૧) દિલીપભાઇ અનકભાઇ બોરીચા રહે.અમરેલી
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


