Uncategorized

આગામી ૧૨ ડિસેમ્બરના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોક અદાલત યોજાશે*

*આગામી ૧૨ ડિસેમ્બરના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોક અદાલત યોજાશે*

અમરેલી, તા: ૨ ડીસેમ્બર ૨૦૨૦

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના આદેશ અનુસાર અમરેલી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ શ્રી પી. એસ. બ્રહમભટ્ટની અધ્યક્ષતામાં જિલ્લા અદાલત અમરેલી તથા તાલુકા કોર્ટોમાં આગામી તા. ૧૨/૧૨/૨૦૨૦ ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોક અદાલતનું આયોજન કરવામાં આવશે.

આ ઈ-લોક અદાલતમાં ક્રિમીનલ કમ્પાઉન્ડેબલ ઓફેન્સ, નેગોશિયેબલ ૧૩૮, મની રિકવરી, એમ.એ.સી.ટી. કેસ, ઈલેકટ્રીકસીટી અને વોટર બીલ્સ (નોન કમ્પાઉન્ડેબલ), મેટ્રીમોનીઅલ ડિસ્પ્યુટ, લેબર ડિસ્પ્યુટ, લેન્ડ એકવીઝેશન કેસ, સર્વિસ મેટર રીલેટીંગ પે એન્ડ એલાઉન્સ, રેવન્યુ કેસ તથા અન્ય સિવિલ કેસો (રેન્ટ, ઈઝમેંટરી રાઈટસ, ઈંજક્શન સ્યુટ, સ્પેસેફીક પરફોમન્સના કેસો)નો નિકાલ કરવામાં આવશે. જે પક્ષકારોના કોર્ટમાં કેસ ચાલુ હોય તેઓ સમાધાન કરવા ઈચ્છતા હોય તો તેઓએ જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવાનો રહેશે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *