આર.ટી.ઓ. ઓફિસ દ્વારા વાહનના રિપાસિંગની કામગીરી શરૂ
અમરેલી, તા: ૩ જૂન
અમરેલી જિલ્લાના વાહનોની રિપાસિંગની કામગીરી ઓફિસ સમય દરમિયાન મોમાઈ ધાબા હોટલ ગ્રાઉન્ડમાં લીલીયા બાયપાસ ચોકડી, શ્યામ સર્કલની બાજુમાં અમરેલી ખાતે સંબંધિત વાહન માલીકોએ પોતાના વાહન સાથે ઓનલાઇન પાસિંગ ફી ભરવા ઉપસ્થિત રહેવાની સૂચના આપવામાં આવે છે.
જેમાં ૮ જૂનના રોજ વાહન નંબરના છેલ્લાં આંકડા ૧ અને ૨ હોય તેઓને, ૯ જૂને વાહન નંબરના છેલ્લા આંકડા ૩ અને ૪ હોય તેઓને, ૧૦ જૂને વાહન નંબર ના છેલ્લા આંકડા ૫ અને ૬ હોય તેને, ૧૧ જૂને વાહન નંબર ના છેલ્લા આંકડા ૭ અને ૮ હોય તેને, ૧૨ જૂને વાહન નંબર ના છેલ્લા આંકડા ૯ અને ૦ હોય તેઓએ પાસિંગ ફી ભરવા હાજર રહેવું તેમ આરટીઓ ઓફિસ અમરેલીની યાદીમાં જણાવાયું છે.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756


