ગુજરાતની સુજલામ સુફલામ યોજનામાં ફેરફાર કરવા માણાવદર તાલુકા કૉંગ્રેસ પ્રમુખે અવાજ ઉઠાવ્યો
માણાવદર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ અને ખેડૂત હિતેચ્છુ અરવિંદભાઇ લાડાણી એ ખેડૂતો ના હિતને ધ્યાને લઇ સિંચાઈ વિભાગ, કૃષિ વિભાગ તથા નાણા વિભાગ ના મંત્રીઓ તેમજ વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ હર્ષદભાઇ રીબડીયા અને ભીખાભાઈ જોષી એમ બન્ને ધારાસભ્યો વગેરે ને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્રારા ચેકડેમો ,તળાવો ઊંડા ઉતારવા માટે જે તે ગામના ખેડૂતૉ અરજી કરે તેઓને ચેકડેમ તળાવમાંથી કાંપ કાઢી લઇ જવાની મંજૂરી આપેલ છે. આને કારણે ભ્રષ્ટાચાર પર બ્રેક લાગે છે ને ખેડૂતોને પાણીનો લાભ મળે છે.
જયારે બીજી બાજુ જોઈએ તો જિલ્લા કક્ષાએ સિંચાઇ વિભાગ ના ઇજનેરોએ નોડલ અધિકારી તરીકે નિમણુંક આપીને સુજલામ સુફલામ યોજનાના ભ્રષ્ટાચારને આમંત્રણ આપેલ છે આ યોજનામાં 60- 40 ની ભાગીદારી યોજના છે અને આ નોડલ અધિકારીઓ પોતાની પસંદગી ના ગામોમાં જ આ યોજનાનો અમલ કરાવી રહયા છે તથા જિલ્લાના તમામ સરપંચોને જાણ કર્યા વગર અમુક ગામોમાં જ આ યોજના સંબંધિત ગ્રાંટ ફાળવી રહયા છે.
લાડાણીએ વધુમાં ઉમેરેલ કે આ યોજનામાં જે તે ખેડૂતૉ ને મંજૂરી આપેલ છે તેમણે જે.સી.બી. દ્રારા તળાવ ઊંડું કરી કાપ લઈ જવાનો થાય છે અને જો દશ લાખનું કામ થયું હોય તો ખેડૂતૉ ને છ લાખ નું બિલ અપાય છે. બાકીના ચાર લાખ રૂપિયા ફાળા તરીકે ખેડૂતૉ એ ભરવાના થાય છે. નોડલ અધિકારી જે સંસ્થા ને આ કામ સોંપે છે તે સંસ્થા આર્થિક રીતે સધ્ધર પણ હોતી નથી તો તે કયાંથી ચાર લાખ રૂપિયા ફાળા તરીકે વાપરી શકે ? જો દશ લાખ રૂપિયા નું કામ હોય તો એક બે લાખ નું કામ ખોટા માપો લેવડાવી આવી સંસ્થાઓ ભ્રષ્ટાચાર કરી રહી છે. તેથી આ યોજના ત્વરિત બંધ કરવી જરૂરી છે અને તેમાં ફેરફાર કરી તેની જગ્યાએ સરકાર જે ગ્રાન્ટ ફાળવે તેને જ ગ્રામ પંચાયત દ્વારા અથવા ટેન્ડર પધ્ધતિ થી 100% ગ્રાન્ટ ના પૂરેપૂરાં કામ થાય તે હેતુ સબબ નવીજ વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. અને સંબંધિત અધિકારીઓની જવાબદારી ફિકસ થાય તેવા ફેરફારો સાથે આ યોજના ને આગળ વધારાશે તો જ ભ્રષ્ટાચાર નિયંત્રણ થશે અને તેનો મોટો ફાયદો ખેડૂતૉ સુધી પહોંચશે
આ યોજનામાં કથિત ભ્રષ્ટાચાર થયેલ હોય તો તેની તપાસ પણ કામના બિલ બને તે પહેલા થવી જોઈએ હાલ આ યોજના જૂનાગઢ જિલ્લામાં કાર્યરત છે અને તેને પૂરી કરવાની મુદત 10 જૂન છે ત્યાર બાદ ચોમાસું શરૂ થતું હોવાથી કામ ન થઇ શકે તેથી આવાં કામોના માપ અગાઉ ની તારીખોમાં દર્શાવી બિલ બનાવાય છે અને ગેરરીતિ આચરવામાં આવે છે.
અરવિંદભાઇ લાડાણી એ અંતમાં જણાવેલ છે કે જયારે કામના માપ લેવાના થાય ત્યારે ગામના સરપંચ તથા આગેવાનોને સાથે રાખવા જોઇએ જે રખાતા નથી અને થયેલાં કામોની તપાસ ચોમાસા પહેલાં સંબંધિત અધિકારીઓ દ્વારા કરાવી પછી જ બિલ ચૂકવવા એ ખેડૂતો તથા પ્રજાના હિતમાં છે
તસ્વીર – અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176


